Big drop in CNG prices ahead of elections : ચૂંટણી પહેલા CNGના ભાવમાં મોટો ઘટાડો

સારા સમાચાર! CNG સસ્તો થયો, મહાનગર ગેસ લિમિટેડે 2.50 રૂપિયાનો ઘટાડો કર્યોCNG Price Cut- સીએનજીની કીમતમાં 2.50 રૂપિયાનો ઘટાડોસરકારી કંપની મહાનગર ગેસ લિમિટેડ (MGL)એ CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.5નો ઘટાડો કર્યો છે. આ પછી CNGની કિંમત ઘટીને 73.50 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. MGL મુખ્યત્વે દેશની આર્થિક રાજધાનીમાં CNG સપ્લાય અને વેચાણ કરે છે.

આ કારણે સીએનજીના ભાવમાં ઘટાડો થયોMGLએ મંગળવારે મોડી સાંજે એક નિવેદન જારી કરીને CNGના ભાવમાં ઘટાડા અંગે માહિતી આપી હતી. સાથે જ જણાવ્યું કે ગેસની પ્રોડક્શન કોસ્ટ ઘટી છે, જેના કારણે CNGની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 5 માર્ચની મધરાતથી અમલમાં આવશે. ઉત્પાદન ખર્ચમાં ઘટાડાને કારણે આગામી દિવસોમાં દેશના અન્ય ભાગોમાં સીએનજીના ભાવમાં ઘટાડો થવાની આશા વધી છે. દરમિયાન ચૂંટણીની પણ જાહેરાત થવાની છે.

ચૂંટણી પંચ આ મહિનામાં ગમે ત્યારે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે, સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2.5 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. મોંઘવારીના જમાનામાં સીએનજીના ભાવમાં થયેલા આ ઘટાડાથી લોકોને મોટી રાહત મળવાની આશા છે

લોકસભા ચૂંટણી પહેલા સસ્તો થયો CNG, આ શહેરમાં પ્રતિ કિલો 2.5 રૂપિયાનો થયો ઘટાડોઆ ગેસ કંપનીએ મંગળવારે મોડી સાંજે એક નિવેદન જાહેર કરીને CNGના ભાવમાં ઘટાડા અંગે માહિતી આપી હતી. સાથે જ જણાવ્યું કે ગેસની પ્રોડક્શન કોસ્ટ ઘટી છે, જેના કારણે CNGની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 5 માર્ચની મધરાતથી અમલમાં આવશે.