Gujarat shaken by earthquake shock : ભૂકંપના ઝટકાથી હલ્યું ગુજરાત


ગુજરાતની કચ્છની ધરા ફરી એકવાર ધ્રૂજી છે, આજે વહેલી સવારે કચ્છમાં 3.2નો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોડી રાત્રે 3 વાગ્યા પછી કચ્છના દુધઇમાં અચાનક ધરા ધ્રજવા લાગતા લોકોમાં ગભરાટ ફેલાયો છે, અને દોડીને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ દુધઇથી 25 કિલોમીટર દુર નોંધાયુ હતુ. વર્ષ 2001માં ગુજરાતના કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ અવારનવાર અહીં નાના મોટા ભૂકંપના આંચકા આવતા રહ્યાં છે, આજે પણ સવારે ભૂકંપ આવતા લોકોમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો છે.

ખાસ કરીને વાગડ દુધઇની ફોલ્ટ લાઈન પર નાના મોટા આફટરશોક નોંધાઈ રહ્યા છે. આજે વહેલી સવારે દુધઇમાં 3:04 કલાકે 3.2ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકા આવ્યા હતા. આ વખતે ભૂકંપનો કેન્દ્રબિંદુ દુધઈથી 25 કિલોમીટર દૂર નોર્થ – નોર્થ વેસ્ટમાં નોંધાયુ હતુ. ઉલ્લેખનીય છે

કે કચ્છના વાગડ દુધઇ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિમીની ઉંડાઈએ હોવાનું કહેવાય છે. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. જો કે, સાવચેતીના પગલા તરીકે, લોકોને જૂની ઇમારતોથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.