Biggest Forecast on Rainfall in Gujarat:ગુજરાતમાં વરસાદ મુદ્દે સૌથી મોટી આગાહી:રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં વરસાદ મુદ્દે સૌથી મોટી આગાહીરાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીના અનુસંધાને મહીસાગર જિલ્લામાં ગત મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમા એક એક ભારે પવન સાથે જિલ્લામાં પવન સાથે વરસાદ પડતા ભારે તરાજી જોવા મળી હતી. જેમા સજ્જનપુર ગામમાં ઘઉં, મકાઈ, તલ, કપાસ, ચણા જેવાં પાકો જમીન દોસ્ત થયાં છે.ખેડુતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોના મોંઘાદાટ બિયારણો તેમજ પાણી પણ વેચાતું લાવી ખેતી કરતા ખેડૂતને પડતા પર પાટુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેતીમાં નુકશાની અંગે જલદી માં જલદી સર્વ કરાવી ખેડુતોને વળતર ચૂકવવામાં આવે તેવી પણ ઉગ્રમાંગ ઉઠવા પામી છે.

જેને લઈ ખેડૂતોને કમોસી વરસાદનો માર પડ્યો છે ત્યારે ભારે પવન સાથે વરસાદને કારણે નુકસાન થયું છે. ત્યારે જગતનો તાત રાજ્ય સરકાર પાસે સર્વે કરીને સહાયની માંગ કરી રહ્યો છે.રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીના અનુસંધાને મહીસાગર જિલ્લામાં ગત મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમા એક એક ભારે પવન સાથે જિલ્લામાં પવન સાથે વરસાદ પડતા ભારે તરાજી જોવા મળી હતી.

જેમા સજ્જનપુર ગામમાં ઘઉં, મકાઈ, તલ, કપાસ, ચણા જેવાં પાકો જમીન દોસ્ત થયાં છે. ખેડુતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોના મોંઘાદાટ બિયારણો તેમજ પાણી પણ વેચાતું લાવી ખેતી કરતા ખેડૂતને પડતા પર પાટુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેતીમાં નુકશાની અંગે જલદી માં જલદી સર્વ કરાવી ખેડુતોને વળતર ચૂકવવામાં આવે તેવી પણ ઉગ્રમાંગ ઉઠવા પામી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસી શકે હળવો વરસાદરાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગે અગાહી કરી છે કે, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શકયતા છે. જેમાં ડાંગ, તાપી , નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો આવતી કાલથી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં વધારો થઈ શકે છે.

તાપમાન વધતા લોકોને ગરમીનો અહેસાસ થશે.રાજ્યના હવામાનમાં એકાએક પલટો આવ્યો છે. ઉતરતા શિયાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વર્તમાનમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ થતા લોકો ગરમી, ઠંડી તેમજ વરસાદી માહોલનો અનુભવ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે પવનની શક્યતા છે. ભારે પવનને કારણે ખેતરમાં ઉભો પાક વળી જવાની શક્યતા છે. આ કારણે આંબા ઉપર પણ અસર થવાની શક્યતા છે. આજે ગુજરાતમાં 15-20 km /h ની ઝડપે પવન ફૂંકાશે. તો આવતીકાલે આંચકાનો પવન 45 km/h ની ઝડપે પવન ફૂંકાશે. જેની સૌથી વધુ અસર કચ્છમાં વર્તાશે. ખાસ પવનથી જનધને સાવચેત થવાની જરૂર છે.