CSK: ધોનીની CSKનો દિગ્ગજ સાથી GT સામેની ક્વૉલિફાયર મેચ પહેલા જ ટીમમાંથી પાછો ફર્યો, કર્યું મોટું નિવેદન

CSK: ધોનીની CSKનો દિગ્ગજ સાથી GT સામેની ક્વૉલિફાયર મેચ પહેલા જ ટીમમાંથી પાછો ફર્યો, કર્યું મોટું નિવેદન CSK Vs GT, Ben Stokes: ચેન્નાઈ સુપર કિંગ્સે જે પ્લેયરને ઊંચી બોલી લગાવીને ખરીદ્યો હતો તે માત્ર આ સીઝનમાં બે જ મેચ રમી શક્યો હતો. સાજો થયા પછી પણ બેન સ્ટોક્સ બેન્ચ પર બેસી રહ્યો હતો અને તેને ટીમમાં સ્થાન નહોતું મળ્યું. હવે ક્વૉલિફાયર મેચ પહેલા જ સ્ટોક્સ ટીમને અલવિદા કહીને પરત પોતાના દેશ જવા માટે રવાના થઈ ગયો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ આજે ચેપોક સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ સામે IPL 2023માં પહેલી ક્વોલિફાયર મેચ રમવા માટે ઉતરશે. જે ટીમ આ મેચ જીતશે તે સીધી ફાઈનલમાં પહોંચી જશે. હારનારી ટીમને પણ એક ચાન્સ મળશે. CSK આ ટુર્નામેન્ટમાં ચાર વખત ચેમ્પિયન રહી છે જો તે આ વખતે પણ ચેમ્પિયન બને તો મુંબઈની બરાબરી કરી લેશે. પરંતુ બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ ફુલ ફોર્મ છે અને પોઈન્ટ ટેબલ પર નંબર-1 સ્થાન પર છે. ધોનીની ટીમને પોતાનો એક દિગ્ગજ સાથી છોડીને જતા મોટો ઝાટકો લાગ્યો છે.

ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ ટીમને અલવિદા કહીને પોતાના દેશ પરત ફર્યો છે. આ સાથે જ તેણે કરેલા નિવેદનથી સનસનાટી મચી ગઈ છે. બેન સ્ટોક્સ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝનમાં માત્ર બે જ મેચ રમ્યો છે. ઈજાના કારણે તે બેંચ પર બેઠેલો રહ્યો હતો. આગામી એશિઝ સીરિઝને જોતા સ્ટોક્સ CSKનો સાથ છોડીને પોતાના દેશ પરત ફર્યો છે.