Pearl Farming: ઘરે બેઠા મોતીની ખેતી કરો અને દર મહિને લાખો રુપિયાની કમાણી કરો.

જ્વેલરી ઉદ્યોગમાં મોતીની માંગ સતત વધી રહી છે. મોતીની વધતી જતી માંગને જોતા મોતીની ખેતી તરફ લોકોનો ઝોક વધ્યો છે. ભારતના લગભગ દરેક વિસ્તારમાં મોતીની ખેતી કરવામાં આવે છે. સરકાર આ ખેતીને પ્રમોટ કરવા માટે તાલીમથી લઈને માર્કેટ સુધીની મદદ પણ કરી રહી છે.

ઘરે બેઠા મોતીની ખેતી કરો અને દર મહિને લાખો રુપિયાની કમાણી કરો. – Pearl Farming

એવું નથી કે મોતી માત્ર દરિયાના ઊંડાણમાં જ જન્મે છે. હવે લોકો રણમાં પણ મોતીની ખેતી કરે છે. કેટલાક લોકો ઘરે જ મોતીની ખેતી કરીને સારી એવી કમાણી પણ કરી રહ્યા છે.

માત્ર 50 હજાર રૂપિયાનું રોકાણ કરીને મોતીની ખેતી શરૂ કરી શકાય છે. ખાસ વાત એ છે કે સરકાર મોતીની ખેતી માટે સબસિડી પણ આપે છે.

મોતીની ખેતી(Pearl Farming) માટે એક નાનું તળાવ જરૂરી છે. કેટલાક લોકો ઘરે ડ્રમમાં મોતી પણ ઉત્પન્ન કરી રહ્યા છે. સરકારી સંસ્થાઓ અથવા માછીમારો પાસેથી છીપ ખરીદીને મોતીની ખેતી શરૂ કરી શકાય છે.

એક છીપ તૈયાર કરવા માટે લગભગ 50 રૂપિયાનો ખર્ચ થાય છે. તૈયારી કર્યા પછી, એક છીપમાંથી બે મોતી નીકળે છે. એક મોતી 100 થી 150 રૂપિયામાં વેચાય છે. મોતીની કિંમત તેની ગુણવત્તા પર આધારિત છે.

એક એકરના તળાવમાં 25 હજાર છીપ મૂકીને તેની શરૂઆત કરી શકાય છે. જેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા છે.