Harani Lake Incident: ડૂબતા વ્યક્તિને તારવો છે? તો અપનાવજો આ 12 ટિપ્સ, જીવ નહીં જાય!

Harani Lake Incident: જો તમે ક્યારેય હરણી તળાવમાં થયેલ દુર્ઘટના જેવી પરિસ્થિતિના પ્રત્યક્ષદર્શી બનો ત્યારે ડૂબતાં વ્યક્તિને કેવી રીતે બચાવવા જોઈએ, એ વિશે જાણી લો..

ડૂબતા વ્યક્તિને તારવો છે? તો અપનાવજો આ 12 ટિપ્સ – Harani Lake Incident

સંસ્કારી નગરી કહેવાતાં વડોદરા માટે ગઇકાલનો દિવસ એ ખૂબ દુ:ખ દાયક રહ્યો હતો. હરણી તળાવમાં બાળકો અને શિક્ષકો ડૂબી જવાની ઘટનાને લઈ કોની બેદરકારી તે અંગે પણ હાલ ચર્ચાઑ થઈ રહી છે. આ દુર્ઘટના વિશે આખા રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. સાથે જ ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓ પણ આ ઘટનાને વર્ણવી રહ્યા છે જેમાં એવું જાણવા મળ્યું કે દુર્ઘટના સમયે માત્ર ત્રણ લોકો આટલા માસૂમોને બચાવવા માટે આગળ આવ્યા હતા.

હવે જો તમે ક્યારેય આવી કોઈ પરિસ્થિતિના પ્રત્યક્ષદર્શી બનો ત્યારે ડૂબતાં વ્યક્તિને કેવી રીતે બચાવવા જોઈએ એ વિશે જાણી લો..

  • એવા ઘણા સમાચાર સામે આવે રાખે છે કે લોકો પૂર, તળાવ અને ખાડાઓમાં ડૂબીને મૃત્યુ પામે છે. જેમને તરવાનું આવડતું નથી, તેઓ પોતાની જાતને પાણીથી દૂર રાખે છે, પરંતુ જેઓ સાધારણ રીતે તરવાનું જાણે છે તેઓ પોતાની પ્રતિભા બતાવવા માટે મોટા જળાશયોમાં જાય છે. આવા લોકોમાં ડૂબી જવાની શક્યતાઓ વધુ હોય છે. એટલે સ્વિમિંગ સંપૂર્ણપણે શીખ્યા પછી જ પાણીમાં જવું જોઇએ.
  • હવે ઘણા કિસ્સાઓ એવા પણ આવે છે જેમાં કેટલાક લોકો તો પોતાના ઘરના બાથટબમાં ડૂબી જવાથી મૃત્યુ પામે છે. ડૂબવાને કારણે ફેફસામાં પાણી ભરાઈ જાય છે અને ફેફસાં કામ કરવાનું બંધ કરી દે છે. ફેફસામાંનું પાણી રક્તવાહિનીઓમાં જાય છે. હૃદયને પણ પાણીનો સામનો કરવો પડે છે અને તે કામ કરવાનું બંધ કરી દે છે.
  • ફેફસામાં લાંબા સમય સુધી પાણી ભરાય રહે તો એ પણ જીવલેણ બને છે અને ત્રણ મિનિટની અંદર માણસ મૃત્યુ પામે છે.
  • જો તમે કોઈને નદી કે તળાવમાં ડૂબતા બચાવી રહ્યા છો, તો તે તમને ગળે લગાડશે અને તમારા પર ચઢવા લાગશે. આવી સ્થિતિમાં તે તમને પણ ડૂબાડી દેશે. તેથી તરવાની સાથે, ડૂબતી વ્યક્તિને કેવી રીતે બચાવવી તે પણ શીખવું જોઈએ.
  • આ સાથે જ ડૂબતી વ્યક્તિને બચાવતી વખતે, તમારે તેને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તે જાણવું જોઈએ.
  • જો તમે કોઈ વ્યક્તિને ડૂબતાં બચાવી છે અને તે બેભાન છે તો તેણે જમીન પર સૂવડાવો અને જો પીડિતના કપડાં ચુસ્ત હોય, તો તેને ઢીલા કરો.
  • એ બાદ દર્દીની ડાબી છાતી પર કાન મૂકીને હૃદયના ધબકારા અનુભવો. જો તે વ્યક્તિ જીવતી હોય તો શરીરને ગરમ રાખો અને જ્યાં સુધી ડૉક્ટર ન આવે ત્યાં સુધી તેને જગ્યા પરથી હટાવશો નહીં.
  • આ સિવાય જ્યારે ડૂબતી વ્યક્તિને બહાર કાઢવામાં આવે ત્યારે તમારા કાન તેના નાક અને મોં પાસે રાખો અને અનુભવો કે તે શ્વાસ લઈ રહ્યો છે કે કેમ. પલ્સ તપાસો, પછી તમારા કાનને છાતી પર મૂકો.
  • જો પલ્સ ન હોય તો છાતી પર હથેળી વડે દબાવીને પમ્પિંગ કરવું. બે આંગળીઓનું દબાણ બાળકો માટે પૂરતું છે. પુખ્ત વયના લોકો માટે, ખાતરી કરો કે 2 ઇંચ સુધી દબાવો, પાંસળી પર દબાણ ન કરો.
  • બાળક પર અડધો કે એક ઇંચ જેટલું દબાણ કરો પણ છાતી પર દબાણ ન કરો. આ ક્રિયાથી ફેફસામાં ભરાયેલું પાણી નીકળી જશે અને હૃદયના ધબકારા પાછા આવી શકશે. જો કોઈ પ્રતિક્રિયા ન હોય, તો પીડિતને કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપો.

એ બાદ તેનું નાક બંધ કરો અને તેનું મોં સંપૂર્ણ ખોલો. પછી તેના મોં પર ઢાંકણની જેમ તમારું મોં ફીટ કરો અને એ વ્યક્તિના મોંમાં બધી હવા છોડો. દર પાંચ સેકન્ડે આમ કરતા રહો, જ્યાં સુધી તેની નાડી કે ધબકારા કામ કરવાનું શરૂ ન કરે.
જો દર્દીના મોઢામાંથી પાણી નીકળવા લાગે તો તેની ગરદન વાળીને પાણી કાઢી લો અને ફરીથી તેને શ્વાસ આપવાનું ચાલુ રાખો.