Gujarat Weather update: ગુજરાતમાં ઠંડીનું જોર વધશે? જાણો હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી

Gujarat Weather update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હજુ પણ ચારથી પાંચ દિવસ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ભારે ધુમ્મસ યથાવત રહેવાની શક્યતા છે.

જાણો હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી

ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને ભારેથી અતિ ભારે ધુમ્મસ છવાયેલો રહ્યો હતો. તો ગુજરાતમાં પણ ઠંડીએ જોર પકડ્યુ છે. ત્યારે હવામાન વિભાગે પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. જેમાં તેમણે વરસાદ અંગે પણ જણાવ્યુ છે.

ગુજરાતમાં હાલ ઉત્તરપશ્ચિમથી ઉત્તરીય પવન ફૂંકાઇ રહ્યા છે. બુધવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, હાલ ગુજરાતમાં વરસાદની કોઇ સંભાવના નથી. તાપમાનમાં પણ મોટો ફેરફાર નહીં થાય. આખા રાજ્યમાં હાઇ લેવલના વાદળો છવાયા હોવાને કારણે આગામી દિવસોમાં તાપમાન ઘટશે નહીં પરંતુ વધશે

આ સાથે તેમણે બુધવારના તાપમાન અંગે જણાવતા કહ્યુ છે કે, અમદાવાદમાં 13 ડિગ્રી, ડિસામાં 11.5 ડિગ્રી જ્યારે ગુજરાતમાં સૌથી ઓછું ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે. આ સાથે નલિયામાં 12.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હજુ પણ ચારથી પાંચ દિવસ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ભારે ધુમ્મસ યથાવત રહેવાની શક્યતા છે. પંજાબ અને હરિયાણામાં લઘુતમ તાપમાન બેથી પાંચ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. જ્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢમાં લઘુતમ તાપમાન ચારથી 10 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 20મી જાન્યુઆરીમા ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યાતા રહેશે. પરંતુ 24 થી 26 જાન્યુઆરીના પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે. જેની ગતિવિધીના કારણે રાજ્યના ભાગોમાં વઘુ વાદળો આવી શકે. કચ્છ, ઉતર મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળ આવી શકે. પવનની ગતિ વધુ રહી શકે. કદાચ આ વાદળો વરસાદી છાંટા કરી શકે. આ વખતે વેસ્ટન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે. અલ નીનોનુ કારણ હોય અથવા તો અન્ય કારણો પણ હોય શકે.