PM solar rooftop Yojana 2024: પ્રધાનમંત્રી સોલાર રૂફટોપ યોજના 2024 – હવે તમારે ક્યારે નહીં ભરવું પડે વિજળી બિલ જાણો કેમ ?

Free solar rooftop Yojana 2024: સોલાર રૂફટોપ યોજના 2024 | પ્રધાનમંત્રી સોલાર રૂફટોપ યોજના | સોલાર રૂફટોપ યોજના | Solar Rooftop Yojana 2023-24, Gujarat Solar Rooftop Sahay Yojana વગેરે રીતે જાણીતી આ પ્રધાનમંત્રી સોલાર રૂફટોપ યોજના વિશે જાણીશું તો સરકારશ્રી દ્વારા આ ટેકનોલોજીના યુગમાં સાધનો વધુ પડતો વીજળીનો ઉપયોગ કરે છે. જેથી વીજળીની માંગ દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે આ વીજળી કોલસો અને કુદરતી સંસાધનોમાંથી બને છે. પૃથ્વી પર અને તેના પેટાળમાં રહેલા સંસાધનો ખૂબ મર્યાદિત છે. વીજળીના વધુ વપરાશના કારણે આ કુદરતી સંસાધનો પૂરા થવાની શક્યતા રહેલી છે અને વીજળી, પેટ્રોલ, ડીઝલ ખૂબ પણ મોંઘા થઈ રહ્યા છે ત્યારે સામાન્ય માણસો માટે ઘર વપરાશ માટે વીજળીના બીલ ચૂકવવા મુશ્કેલ બની જાય છે માટે આ ફ્રી સોલાર રૂફટોપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં આ યોજના હેઠળ સરકાર ગ્રાહકોને સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન પર સબસિડી આપે છે તો ચાલો આજે આપણે આ યોજના વિશે જાણીશું.

પીએમ ફ્રી સોલાર રૂફટોપ યોજના હેઠળ મેળશે 40% સબસીડી- PM solar rooftop Yojana 2024

આ લેખમાં અમે તમને જણાવીશું કે સોલાર રૂફટોપ સબસિડી યોજનાના લાભો મેળવવા માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી. PM solar rooftop Yojana 2024 માટે અરજી કરવા માટે, તમે રાજ્ય મુજબની ડિસ્કોમ પોર્ટલ લિંક જોઈ શકો છો અને હેલ્પલાઈન નંબર પર કૉલ કરી શકો છો, અહીંથી તપાસો કે સોલાર રૂફટોપ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો અને સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવા માટે કેટલો ખર્ચ થશે.

PM solar rooftop Yojana 2024: પ્રધાનમંત્રી સોલાર રૂફટોપ યોજના 2024

યોજના નું નામફ્રી સોલર યોજના (Free solar rooftop Yojana 2024)
વિભાગનું નામનવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય
કોના દ્વારા આ યોજના શરૂ કરાઇકોના દ્વારા આ યોજના શરૂ કરાઇકેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા
અરજી પ્રક્રિયાઓનલાઇન અથવા ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://solar rooftop.gov.in
PM solar rooftop Yojana 2024

PM સોલાર રૂફટોપ યોજના 2024ની વિશેષતાઓ

 • તમારા ગ્રૂપ હાઉસિંગમાં સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો અને વીજળીના ખર્ચમાં 30 થી 50 ટકા ઘટાડો કરો.
 • સોલાર પેનલ 25 વર્ષ માટે વીજળી પૂરી પાડશે અને તેના ઇન્સ્ટોલેશનનો ખર્ચ 5 વર્ષમાં ચૂકવવામાં આવશે.
 • આ પછી, તમને આગામી 19-20 વર્ષ સુધી સોલારથી મફત વીજળી મળશે.
 • સોલાર પ્લાન્ટ્સ માટે, કેન્દ્ર સરકાર દ્વારા 3 kW સુધી 40% અને પછી 3 kW થી 10 kw (કિલોવોટ) માટે 20% સબસિડીની રકમ આપવામાં આવે છે.
 • કેન્દ્ર સરકાર 500 કિલોવોટના સોલાર પ્લાન્ટની સ્થાપના પર 20 ટકા સબસિડી આપે છે.
 • સોલાર પ્લોટ જાતે ઇન્સ્ટોલ કરો અથવા રેસ્કો મોડલનો ઉપયોગ કરીને ઇન્સ્ટોલ કરો (જેમાં તમારા બદલે ડેવલપર રોકાણ કરશે).
 • 1 kw સૌર ઊર્જા માટે માત્ર 10 ચોરસ મીટર જગ્યાની જરૂર પડે છે.
 • યોજનાનો લાભ મેળવવા માટે, તમારે વીજળી વિતરણ કંપનીની નજીકની ઓફિસનો સંપર્ક કરવો જોઈએ.

પ્રધાનમંત્રી સોલાર રૂફટોપ યોજના 2024

કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી સોલર રૂફટોપ Free solar rooftop Yojana 2024 યોજના શરૂ કરવામાં આવી છે જેનાથી ભારતના નાગરિકોને વીજળીના બિલમાં રાહત મળશે. આ યોજના હેઠળ લોકોને માત્ર પાંચ અથવા છ વર્ષ સુધી જ પૈસા આપવા પડશે. અને એના પછી એકદમ મફતમાં લોકો વિજયનો ઉપયોગ કરી શકશે. પરંતુ જણાવી દઈએ કે સોલાર પેનલ લગાવવા માટે તમારા ઘરની છત ઉપર એક યોગ્ય સ્થાનો હોવું જોઈએ. જો તમારે 1 કિલોવોટ વાળુ સોલર પેનલ લગાવવું છે તો તમારે 10 સ્ક્વેર મીટર જગ્યા ની જરૂર પડશે. તો દરેક નાગરિકની જરૂરિયાત પ્રમાણે આ સોલાર પેનલ લગાડી શકાશે અને આ યોજનાનો લાભ મેળવી શકશો.

સૌર પેનલ કિંમત

 • 1 કિલોવોટથી 3 કિલોવોટ સુધી રૂ.37 હજાર પ્રતિ કિલોવોટ
 • 3 kW થી 100 kW થી ઉપર રૂ. 39,800 પ્રતિ kW
 • રૂ. 34,900 પ્રતિ કિલોવોટ 100 કિલોવોટથી 500 કિલોવોટ સુધી.

આજે જ નોંધ કરો કે જો તમે 3 કિલોવોટની સોલાર પેનલ (સોલાર પેનલ) લઈ રહ્યા છો, તો તમને રૂ. 37000×3= રૂ. 111000ની કુલ કિંમત પર 4 ટકા સબસિડી મળશે. આ માટે તમારે માત્ર 66,600 રૂપિયા ચૂકવવા પડશે.

ફ્રી સોલર રૂફટોપ યોજનામાં કેટલા ટકા સબસિડી મળશે ?

સરકાર ગ્રીન એનર્જી એટલે કે રિન્યુએબલ એનર્જી પર સતત કામ કરી રહી છે, Free solar rooftop Yojana 2024 તેથી સોલાર રૂફટોપ યોજના હેઠળ 3 કિલોવોટ સુધી 40 ટકા સબસિડી આપવાની જોગવાઈ છે. આ સાથે 3 kW થી 10 kW માટે 20 ટકા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ યોજના સ્થાનિક વીજળી કંપનીઓ દ્વારા સંચાલિત છે.

સોલાર રૂફટોપ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય

Free solar rooftop Yojana Benifit 2024 સોલાર રૂફ ટોપ યોજના અંગે જાણકારી માટે તમને જણાવી દઈએ કે પાવર હાઉસમાંથી વીજળી ઉત્પન્ન કરવી ખૂબ જ મોંઘી છે હોય છે અને તે પર્યાવરણ માટે પણ ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં ભારત સરકાર દ્વારા સોલાર રૂફટોપ યોજનાની શરુઆત કરવામાં આવી છે. આ યોજના દ્વારા ગ્રાહકોને વીજળી બિલમાં રાહત મળી શકશે એટલે કે તેઓનું બિલ ઘટી જશે અને વધુ પડતી સોલાર દ્વારા વિજળી ઉત્પન્ન કરવામાંં આવશે તેઓ તેઓને એનું પણ વળતર મળવા પાત્ર થશે.

ફ્રી સોલર રૂફટોપ યોજના માટે ઉપયોગી દસ્તાવેજ

 • લાભાર્થીનું આધારકાર્ડ
 • લાભાર્થીનું પાનકાર્ડ
 • વોટર આઇડી કાર્ડ
 • લાભાર્થીની બેંકની પાસબુક
 • આવકનું પ્રમાણપત્ર
 • પાસપોર્ટ સાઇઝ ફોટો
 • મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક
 • પોતાના ઘરના છતની ફોટો
 • લાઇટબીલની નકલ વગેરે

PM સોલાર રૂફટોપ યોજના માટે હેલ્પલાઈન નંબર

Free solar rooftop Yojana 2024માં જો તમે સોલાર રૂફટોપ યોજનાને લગતી કોઈપણ માહિતી મેળવવા માંગતા છો કે તેનામાં અરજી કરવામાં હેલ્પ જોઇતી હોય તો તેના માટે સત્તાવાર હેલ્પલાઈન નંબર કે જે ટોલ ફ્રી નંબર 18001803333 પર સંપર્ક કરો જેથી તમે જરૂરી માહીતી મેળવી શકશો.

PM સોલાર રૂફટોપ સબસિડી યોજનામાં ઓનલાઇન કેવી રીતે કરશો અરજી ?

 • પહેલા તો તમારે આ યોજનાની સત્તાવાર વેબસાઇટ Free solar rooftop Yojana 2024 પર ક્લિક કરો
 • વેબસાઇટ સફળતાપૂર્વક ખોલ્યા પછી, તમે અહીં સોલાર રૂફટોપ યોજના નો વિકલ્પ જોશો.
 • હવે અહીં તમારે તમારા રાજ્યમાં સોલાર રૂફટોપ યોજના અનુસાર રાજ્ય પસંદ કરવાનું રહેશે.
 • હવે એપ્લિકેશન ફોર્મ તમારી સામે દેખાશે.
 • અહીં તમે સોલાર રૂફટોપ યોજના સંબંધિત સંપૂર્ણ માહિતી વાંચી શકો છો.
 • આ પછી, તમારે Free solar rooftop Yojana 2024 લાભો મેળવવા માટે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.
 • તે પછી તમે સોલાર રૂફટોપ યોજના નો લાભ લઈ શકો છો.

PM સોલાર રૂફટોપ યોજનામાં અરજી કરવા માટે નીચેના પગલાં અનુસરો

પગલું 1: યોજનાની સત્તાવાર વેબસાઇટ સાથે પોર્ટલમાં નોંધણી કરો

 • તમારું રાજ્ય પસંદ કરો
 • તમારી વીજળી વિતરણ કંપની પસંદ કરો
 • તમારો વીજળી ગ્રાહક નંબર દાખલ કરો
 • મોબાઈલ નંબર દાખલ કરો
 • ઈમેલ દાખલ કરો
 • કૃપા કરીને પોર્ટલની દિશા અનુસાર અનુસરો

પગલું 2: કન્ઝ્યુમર નંબર અને મોબાઈલ નંબર વડે લોગિન કરો અને ફોર્મ મુજબ રૂફટોપ સોલાર માટે અરજી કરો

પગલું 3: ડિસ્કોમ તરફથી સંભવિતતાની મંજૂરીની રાહ જુઓ અને ત્યાર બાદ એકવાર તમે તમારા DISCOM નોંધાયેલા કોઈપણ વિક્રેતાઓ દ્વારા પ્લાન્ટ ઇન્સ્ટોલ કરો.

પગલું 4: એકવાર ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય, પછી પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો

પગલું 5: DISCOM દ્વારા નેટ મીટરની સ્થાપના અને નિરીક્ષણ પછી, તેઓ પોર્ટલ પરથી કમિશનિંગ પ્રમાણપત્ર જનરેટ કરશે

પગલું 6: એકવાર તમે કમિશનિંગ રિપોર્ટ મેળવ્યા પછી પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક સબમિટ કરો. સબસિડી તમારા ખાતામાં 30 કાર્યકારી દિવસોમાં આવશે