GSSSB Recruitment 2024 : ગુજરાત સરકાર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 જગ્યાઓ માટે ભરતી, આજે જ અરજી કરો.

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ વિવિધ 188 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. 

GSSSB Recruitment 2024 :કઈ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવે છે?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓને આજથી અરજી માટેનો સમય આપવામાં આવ્યો છે. એટલે કે જીએસએસએસબી દ્વારા (GSSSB Recruitment 2024) સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ વર્ગ 3 પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવનાર છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 નક્કી કરવામાં આવી છે.

GSSSB Recruitment 2024 :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે વયમર્યાદા શું છે?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલા નોટિફિકેશન (GSSSB Recruitment 2024)માં જણાવવામાં આવ્યું છે કે તા. 16 જાન્યુઆરી 2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

GSSSB Recruitment 2024 : કૂલ કેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

સંશોધન મદદનીશ, વર્ગ-3 માટે ૯૯ જગ્યાઑ માટે ભરતી (GSSSB Recruitment 2024) કરવામાં આવશે અને આંકડા મદદનીશની જગ્યા માટે ૮૯ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે.

વધુ માહિતી મેળવો :

Ram mandir Photo Editor App 2024 અયોધ્યાના ભવ્ય રામ મંદિર સાથે ફોટો બનાવી વોટસઅપ DP મા રાખો, જયશ્રી રામ

PM solar rooftop Yojana 2024: પ્રધાનમંત્રી સોલાર રૂફટોપ યોજના 2024 – હવે તમારે ક્યારે નહીં ભરવું પડે વિજળી બિલ જાણો કેમ ?

Gujarati Voice Typing App 2024: શું તમને વોટ્સએપમાં ગુજરાતી લખવામાં તકલીફ પડે છે ? તો આ એપ ડાઉનલોડ કર

ઉમેદવારને કઈ કઈ ભાષા આવડતી હોવી જોઈએ?

જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પુરતુ જ્ઞાન હોવું જોઈએ.

આ પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારની લાયકાત શું હોવી જોઈએ?

જાહેરાત મુજબ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત કોઈપણ શૈક્ષણિક સંસ્થા કે પછી યુ.જી.સી. એક્ટ 1956ના એક્શન – 3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિ થયેલી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી ઉમેદવારે મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અને એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રીક્સ અથવા તો ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી હોવી જોઈએ.

કઈ રીતે અરજી કરવી?

ઉમેદવારે આ અરજી પ્રક્રિયા સમજવી ખૂબ જ જરૂરી છે. ઉમેદવારે અરજીપત્રકમાં એ બધી જ વિગતો ભરવાની છે જે તેઓના પ્રમાણપત્રોમાં દર્શાવવામાં આવી છે. તમામ સૂચનાઓ https://gsssb.gujarat.gov.in આ સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી છે. ઉમેદવારે સમયાંતરે આ વેબસાઇટ જોવાની રહેશે. તારીખ ૧૬ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી કે તે દરમ્યાન અરજી ઓનલાઇન રીતે કરવાની રહેશે.