ઉત્તર ગુજરાતના બધા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ તળિયે, ભાવ ઘટવા પાછળ આવું છે કારણ

ઉત્તર ગુજરાતના બધા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ તળિયે, મહેસાણા જિલ્લમાં આવેલી તમામ માર્કેટ યાર્ડમાં હાલ એરંડા પાકની હરાજી થઈ રહી છે. એરંડા પાકના ભાવમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.મહિના પહેલા ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવ 1100 થી લઈને 1200 સુધીના જોવા મળ્યા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

મહેસાણા: માર્કેટ યાર્ડમાં ખેડૂતો કઠોળ ,રાયડો, એરંડા અને રજકા સહિતના પાકો વેચાણ કરતા હોય છે. 4 નવેમ્બરના રોજ મહેસાણાના મોટાભાગના યાર્ડમાં એરંડાની હરાજી શરૂ છે. યાર્ડમાં છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મહિના પહેલા ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવ 1100 થી લઈને 1200 સુધીના જોવા મળ્યા હતા. પરંતુ આ મહિને એરંડાના ભાવમાં 100 થી 150નો ઘટાડો જોવા મળ્યો છે. યાર્ડમાં એરંડાના ભાવ 1075 થી 1140 રૂ જોવા મળ્યો છે. વધારે વાવેતર અને નિકાસની ઘટનાં કારણે હાલ એરંડાના ભાવમાં 100 જેટલો ઘટાડો નોંધાયો છે .

ઉત્તર ગુજરાતના બધા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ તળિયે,

મહેસાણાનાં વિવિધ માર્કેટ યાર્ડમાં સૌથી વધારે એરંડા અને બીજા ધાન્ય પાક આવે છે. જેમાં રોજની હજારો બોરીની સરેરાશ આવક નોંધાય છે. ઉતર ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાની 500થી વધારે બોરી આવક નોંધાતી હોય છે. 4થી નવેમ્બરે મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 621 બોરીની આવક નોંધાઇ હતી. જેનો નીચો ભાવ રૂપિયા 1075 અને ઊંચો ભાવ 1140 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. નિકાસનાં ઘટ તેમજ વાવેતરમાં વધતાં એરંડાના ભાવમાં 100 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ગયા મહિનાઓમાં તેના ભાવ 1250 સુધીના જોવા મળ્યા હતાં.

ઉત્તર ગુજરાતના બધા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ તળિયે,

ઉનાવા માર્કેટ યાર્ડમાં 4 નવેમ્બરે એરંડાની 136 બોરીની આવક નોંધાઈ હતી જેના નીચા ભાવ 1110 તેમજ ઊંચા ભાવ 1128 રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યા હતા.વિજાપુર માર્કેટ યાર્ડમાં એરંડાની 435 બોરીની આવક નોંધાઇ હતી . જેનો 1111 થી લઇને 1137 પ્રતિ મણ ઊંચો ભાવ નોંધાયો હતો. એરંડાના ભાવમાં હાલ 100 થી 150 રૂપિયાનો ઘટાડો ગયા વર્ષ કરતા જોવા મળી રહ્યો છે.

ઉત્તર ગુજરાતના બધા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ તળિયે,

મહેસાણાનાં માર્કેટ યાર્ડમાં અડદની આવક પણ જોવા મળી હતી. મહેસાણા ગંજબજારમાં અડદની 135 બોરીની આવક જોવા મળી હતી. જેના ભાવ 1000 થી 2255 રૂપિયા પ્રતિ મણ રહેવા પામ્યો હતો. અડદના નીચા ભાવમાં રૂપિયા 200નો વધારો જોવા મળ્યો છે.

ઉત્તર ગુજરાતના બધા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ તળિયે,

તલની આવક 10 બોરીની રહી હતી, જેના ભાવ 2600 થી 2810 રૂપિયા પ્રતિ મણ નોધાયો હતો. તલના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. માર્કેટ યાર્ડમાં રાયડાની 372 બોરીની આવક જોવા મળી હતી. જેના નીચા ભાવ 950 તેમજ ઉંચા ભાવ 1029 રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યા હતા.

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now