ગાંધીનગરમાં સરકારી નોકરી 2023 : પગાર પણ ₹ 35,400, ગાંધીનગરમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક
Government Job in Gandhinagar 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગાંધીનગરમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Government Job in Gandhinagar 2023 | Sarkari Naukari in Gandhinagar 2023
સંસ્થાનું નામ | પ્લાઝમા સંશોધન સંસ્થા |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 21 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 21 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 14 ઓક્ટોબર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.ipr.res.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પ્લાઝમા સંશોધન સંસ્થા ગાંધીનગર દ્વારા અલગ અલગ સ્ટ્રીમના સાયન્ટિફિક આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
મહત્વની તારીખ:
આ ભરતીની નોટિફિકેશન પ્લાઝમા સંશોધન સંસ્થા ગાંધીનગર દ્વારા 21 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 21 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 ઓક્ટોબર 2023 છે.
અરજી ફી:
IPR ગાંધીનગરની ભરતીમાં અરજી કરવા માટે એસ.સી, એસ.ટી, મહિલા, પી.ડબલ્યુ.બી.ડી, ઈ.ડબલ્યુ.એસ તથા એક્સ-સર્વિસમેન એ કોઈ અરજી ફી ચુકવવાની જરૂર નથી જયારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 200 ચૂકવવાના રહેશે.
પગારધોરણ
IPR ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ભારત સરકારના 7માં પગારપંચ અનુસાર માસિક રૂપિયા 35,400 પગારધોરણ ચુકાવવામાં આવશે.
લાયકાત:
મિત્રો, પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં અરજી કરવા તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.
વયમર્યાદા:
પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 30 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા:
પ્લાઝમા સંશોધન સંસ્થા ગાંધીનગરની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:
પ્લાઝમા સંશોધન સંસ્થા ગાંધીનગરની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે IPR ની સત્તાવાર વેબસાઈટ https://www.ipr.res.in/ વિઝીટ કરો.
- અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Jobs” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
- હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
- હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
- હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
ખાલી જગ્યા:
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર સાયન્ટિફિક આસિસ્ટન્ટની આ ભરતીમાં સિવિલની 01, ઇલેક્ટ્રોનિક્સની 05, મિકેનિકલની 03, ઇલેક્ટ્રિકલની 01, કોમ્પ્યુટરની 02 તથા ઇન્સ્ટ્રુમેન્ટની 03 જગ્યાઓ ખાલી છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |