ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના–2023

જો તમારા ઘરમાં પણ કોઈ સભ્ય 60 વર્ષ કે તેથી વધુ વયના હોય તો સરકારની આ યોજના હેઠળ રૂપિયા 1000 થી 1250 રૂપિયાની સહાય દે મહિને મળવાપાત્ર છે. મિત્રો આ યોજનાનું નામ ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે ? અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે ? કોને કોને વૃદ્ધ પેન્શન યોજના નો લાભ મળશે ? આ બધી માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો.
વૃદ્ધો સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક સહાય મળી તે ઉદ્દેશથી ભારતીય સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2007થી ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના એટલે વયવંદના યોજના સમગ્ર ભારતમાં અમલમાં મૂકવામાં આવેલી છે. જેને અંગ્રેજીમાં “Indira Gandhi National Old Age Pension Scheme- IGNOPAS “ તરીકે ઓળખવામાં આવે છે. જેનો ગુજરાત રાજ્યમાં 2008થી અમલ શરૂ કરવામાં આવેલ છે. જેનો અમલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે.
Indira Gandhi Vrudh Pension Yojana-2023
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના–2023
ખનું નામ | ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના |
યોજના | ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના |
સહાય | 1000 થી 1250 રૂપિયા |
લાભાર્થી | 60 વર્ષથી વધુ વય હોય તે વ્યક્તિ |
સહાય ની ચૂકવણી | બેંક એકાઉન્ટ દ્વારા |
યોજના | રાષ્ટ્રીય યોજના |
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના અંતર્ગત 60 થી 79 વર્ષના લાભાર્થીને રૂપિયા 1000/- તથા 80 કે તેથી વધારે વય ના લાભાર્થીને દે મહિને રૂપિયા 1250/- સહાય મળવાપાત્ર છે.
વય | સહાય |
60 થી 79 વર્ષ | રૂપિયા 1000/- |
80 કે તેથી વધુ વય | રૂપિયા 1250/- |
ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટ્સ
જો તમે પણ આ યોજનાનું ફોર્મ ભરવા માટે લાયકાત ધરાવતા હોય તો તમે ફોર્મ સાથે નીચેના જણાવેલ ડોક્યુમેન્ટ જોડીને ફોર્મ જમા કરાવી શકો છો.
1. | ઉંમર નું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/ ડોકટર દ્વારા આપેલ ઉંમર નું પ્રમાણપત્ર |
2. | આધાર કાર્ડ |
3. | ગરીબી રેખાની યાદીમાં નામ હોય તેનું પ્રમાણપત્ર |
4. | બેંક / પોસ્ટ ઓફિસ પાસબુક |
5. | પાસપોર્ટ સાઇઝ ફોટો |
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાનું અરજી ફોર્મ ક્યાંથી મળશે ?
- જિલ્લા કલેકટર કચેરી
- મામલતદાર કચેરી એથી પણ વિના મૂલ્યે અરજી ફોર્મ મળશે.
- ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય.
યોજના બાબતે વિશેષ નોંધ
- આ યોજના માટે બી.પી.એલ (BPL) સ્કોર માટેનું પ્રમાણપત્ર જે લાભાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રના લાભાર્થીઓ માટે કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયની માર્ગદર્શક અનુસાર સરકાર દ્વારા સામાજિક અને આર્થિક સર્વેક્ષણના આધારે તૈયાર કરવામાં આવેલ બી.પી.એલ (BPL) માં સમાવેશ થતાં લાભાર્થીઓ અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ એન્ડ પોવર્ટી એલિવીએશન મંત્રાલય તૈયાર કરેલ યાદીમાં સમાવેશ લાભાર્થીઓ.
- ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય (વય વંદના) યોજનાની અરજી અંગેનો જે તે વિસ્તારના મામલતદારશ્રી દ્વારા નામંજુર આદેશ કરવામાં આવે તો તેની સામે 60 દિવસમાં સંબધિત પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.
ફોર્મ આપવાનું સ્થળ
ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ જોડી ને અરજી ફોર્મ તમે મામલતદાર કચેરીએ / જિલ્લા / તાલુકા જન સેવા કેન્દ્ર એ આપવાનું રહેશે. ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
સહાય કેવી રીતે મળશે
મિત્રો, ડી. બી.ટી દ્વારા લાભાર્થીના બેંક એકાઉન્ટ અથવા પોસ્ટ એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.
સહાય કયારે બંધ થાય ?
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થી નું નામ જ્યારે 0 થી 20 સ્કોર માંથી દૂર થાય ત્યારે સહાય મળવાની બંધ થાય છે. જો લાભાર્થી નું અવસાન થાય તો આ યોજનાનો લાભ મળવાનો બંધ થાય છે.
અરજી ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વૃદ્ધ સહાય યોજના ફોર્મ pdf
Indira gandhi national old age pension scheme pdf લાભાર્થીઓએ પ્રિન્ટ કાઢીને સંબંધિત અધિકારીશ્રીના સહી અને સિક્કા કરાવીને ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી Online Form ભરવાનું રહેશે.