મુખ્યમંત્રી બાળ સેવા યોજના: કોરોના મા મૃત્યુ પામેલ માતા અથવા પિતાની દીકરીને લગ્ને સમયે મળશે રૂ.2 લાખની સહાય

મુખ્યમંત્રી બાળ સેવા યોજના: કોરોના મા મૃત્યુ પામેલ માતા અથવા પિતાની દીકરીને લગ્ને સમયે મળશે રૂ.2 લાખની સહાય

મુખ્યમંત્રી બાળ સેવા યોજના: પાલક માતા પિતા યોજના: કોરોનાકાળમા ગુજરાતમા ઘણા લોકોના મૃત્યુ થયા હતા. ઘણા પરિવારોમા પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિનુ જ મૃત્યુ થવાથી તેની પત્નિ અને બાળકોનો મુખ્ય આધાર છિનવાઈ ગયો હતો. એવામા આવા અસરગ્રસ્ત લોકો માટે ગુજરાત સરકાર તરફથી ઘણી સહાયકારી યોજનાઓ અમલમા મુકવામા આવેલી છે. જેમા પાલક માતા પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના મુખ્ય છે્ આ યોજના અંતર્ગત જે બાળકોના માતા પિતા કોરોના મા મૃત્યુ થવાથી અનાથ થયેલા બાળકો ને આર્થીક સહાય આપવામા આવે છે. ચાલો આ બન્ને યોજનાઓમા કેટલી સહાય મળે છે અને તેનો લાભ મેળવવા શુ પ્રોસેસ કરવી પડે તેની માહિતી મેળવીએ.

મુખ્યમંત્રી બાળ સેવા યોજના: કોરોના મા મૃત્યુ પામેલ માતા અથવા પિતાની દીકરીને લગ્ને સમયે મળશે રૂ.2 લાખની સહાય

મુખ્યમંત્રી બાળ સેવા યોજના

યોજનામુખ્યમંત્રી બાળ સેવા યોજના
અમલીકરણ વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
આર્ટીકલ પ્ર્કારસરકારી યોજના
યોજનાનો હેતુકોરોના મા મૃત્યુ પામેલ માતા અથવા પિતાના સંતાનો ને સહાય
કચેરી સંપર્કસમાજ સુરક્ષા કચેરી
અરજી કરવાનો પ્રકારઓફલાઇન અરજી
Official Websitehttps://sje.gujarat.gov.in/

પાલક માતા પિતા યોજના

કોવિંડ-૧૯ મહામારી દરમિયાન અનાથ થયેલ બાળકોને “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અન્વયે સહાય પેટે બાળક ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યા સુધી માસીક રૂ.૪૦૦૦/- સહાય પેટે આપવામા આવે છે. “મુખ્ય મંત્રી બાળ સેવા યોજના”નો લાભ અનાથ બાળકોને ૧૮ વર્ષથી વધારી ૨૧ વર્ષ સુધી આપવામાં આવે છે. “મુખ્ય મંત્રી બાળ સેવા યોજના”નો લાભ માતા/પિતા પૈકી એક વાલીનું અવસાન થયેલ હોય તેવા કિસ્સામાં બાળક દિઠ માસિક રૂ.૨૦૦૦/- સહાય બાળક ૧૮ વર્ષ પૂર્ણ થાય ત્યા સુધી આપવામા આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીના લગ્ન સમયે કુલ.૨.૦૦ લાખ સહાય આપવા બાબતની વર્ષ ૨૦૨૩-૨૪ માટેની કુલ રૂ.૨૦૦૦ લાખની નવી બાબતની કરેલ દરખાસ્તને નાણા વિભાગ દ્વારા સૈધ્ધાંતિક મંજુરી આપવામા આવેલ છે.

સમાજ સુરક્ષા ખાતા દ્વારા પાલક માતા પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીના લગ્ન સમયે કુલ.૨.૦૦ લાખ સહાય આપવા બાબતની યોજનાને સરકારશ્રી તરફથી મંજુરી આપવામા આવેલ છે.

યોજનાની શરતો

  • આ યોજના તા.૦૧/૦૪/૨૦૨૩ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પાડવામાં આવેલ છે.
  • પાલક માતા-પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી પૈકી તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ કે ત્યાર બાદ લગ્ન કરનાર કન્યાઓને જ આ ઠરાવથી મળનાર સહાયનો લાભ મળવાપાત્ર રહેશે.
  • આ યોજનાનો લાભ એક જ વાર મળવાપાત્ર રહેશે.
  • આ યોજનાના લાભાર્થી દ્વારા લગ્ન થયા તારીખથી ૨ વર્ષની અંદર અરજી કરવાની હોય છે.
  • સહાયની રકમ DBT મારફતે સીધી બેંકખાતામા જમા કરવામા આવે છે. આ રકમ લાભાર્થી કન્યાના બેંક ખાતામાં DBT મારફતે એક સાથે જમા કરવામા આવે છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે અરજી કરવાની હોય છે. ત્યારબાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા રજુ અક્રેલા આધાર પુરાવાની ચકાસણી કરી અરજી મંજુર કરવામા આવે છે.
  • આઅ યોજનામા સંપૂર્ન પારદર્શક પ્રક્રિયા અનુસરી લાભાર્થીની પસંદગી કરવામા આવે છે.
  • પાલક માતા પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીના લગ્ન સમયે ૧૮ વર્ષ પૂર્ણ થયેથી લગ્ન બાદ લાભાર્થી દ્વારા મેરેજ સર્ટી સાથે કરવામાં આવેલ સહાય આપવાની અરજીના આધારે રૂ.૨,૦૦ લાખ સહાય આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજના ડોકયુમેન્ટ લીસ્ટ

(આ યોજનાના લાભાર્થીઓએ અરજી સાથે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • કન્યાના જન્મ તારીખનો પુરાવો
  • કન્યા જેની સાથે લગ્ન કરવાની છે તેની જન્મ તારીખનો પુરાવો.
  • પાલક માતા-પિતા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવેલ હોય તેનો પુરાવો.
  • લગ્ન નોંધણીનો દાખલો
  • કન્યાનું આધાર કાર્ડ.
  • કન્યાના બેક એકાઉન્ટની વિગતો .(રદ કરેલો ચેક અથવા બેન્ક એકાઉન્ટના નંબરવાળુ પાસબુકના પાનની નકલ)

અગત્યની લીંક

મુખ્યમંત્રી બાળ સેવા યોજના ડીટેઇલ ઠરાવઅહિં ક્લીક કરો

Leave a Comment

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now