ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક પીડીએફ અને સમજૂતી:પાઠ 1 – ઇતિહાસ જાણવાના સ્ત્રોત
સિક્કા,ટિકિટ,મહોર,મૂર્તિ,ઓજારો, પકવેલી માટી(ટેરાકોટા)ના આધારે ઈતિહાસ જાણી શકાય છે. કોઈ પણ વર્તમાનની સ્થિતિં સમજવા માટે તેના ભૂતકાળની જાણકારી હોવી જરૂરી છે. આપણી આસપાસ આવેલી જૂની પુરાણી ઈમારતો,કિલ્લા,તળાવ,મંદિર,વાવ વગેરે જોવા કે તેના વિશે જાણવાથી હજારો વર્ષોનો ઈતિહાસ જાણી શકાય છે.
વિવિધ ચિત્રો અને લેખોની બનાવેલ સંગ્રહપોથીમાંથી આપણને ઈતિહાસ વિષયક જાણકારી મળી રહી છે. એવું તમને જાણવા મળ્યું હશે.ઘણા લોકોને આવા લિખિત અને ચિત્રો સંગ્રહી રાખવાની ટેવ હોય છે. તમે જે માહિતી એકત્ર કરો છો તે માહિતી કોઈને કોઈ દ્વારા સંગ્રાયેલી હતી તે માટે તમને મળી. જયારે 20મી સદી પૂર્ણ થઇ હતી ત્યારે ડિસેમ્બર 2000માં લગભગ તમામ વર્તમાનપત્રોમાં 20મી સદીના બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતે આવી હતી. જેને ‘મિલેનીયર ગેલેરી‘ એવું નામ આપવામાં આવ્યું હતું.
ચિત્રો અને લેખોના આધારે વીસમી સદીના મહત્વના બનાવો અને વ્યક્તિઓ વિષે જાણકારી મેળવી શકાય છે.પણ આપનો ઈતિહાસતો હજારો વર્ષ જૂનું છે. ત્યારે આપણને થાય કે ઘણા વર્ષો પહેલા લોકો શું ખાતા હતા? શું પહેરતા હતા? કેવા પ્રકારના ઘરમાં રહેતા હતા? જીવનની દૈનિક પ્રવુતિઓ કેવી રીતે કરતા હશે? આવી અનેક બાબતોનો જાણકારી મેળવવા માટે કેટલાક આધારો કે સ્ત્રોતોનો સહારો લેવામાં આવે છે. આવા કેટલાક સ્ત્રોતો વિષે જાણીએ.
(1) તાડપત્રો અને ભોજપત્રો/ ઇતિહાસ જાણવાના સ્ત્રોત

ભૂતકાળ વિશે જાણકારી અનેક પ્રકારે મેળળવામાં આવે છે. તે માંથી એક પ્રકાર છે તાડપત્રો અને ભોજપત્રો ઉપર લખાયેલ લિપિ. મોટા ભાગે આવું લખાણ પાંડુ લિપિમાં વધારે જોવા મળે છે.ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભૂર્જ નામના વુર્ક્ષની છાલનો ઉપયોગ કરીને બનાવતા પત્રો. પાંડુ લિપિ ઉપરાંત ઘણા સમય પહેલા લખાયેલ અન્ય આવી લિપિનો જંતુઓ દ્વારા નાશ થઇ ગઈ છે.છતાં આજે પણ ભોજપત્રો કે તાડપત્રોના નમૂનાઓ મંદિરો, વિહારો કે સરકારી સંગ્રહાલયોમાં મળી આવે છે. જેમાં જે-તે સમયની રાજ્યવ્યવવસ્થા,રાજાઓ અને લોકજીવન વિષયક ખુબ માહિતી મળી આવે છે.
(2) અભિલેખ અને શિલાલેખ / ઇતિહાસ જાણવાના સ્ત્રોતક

ઝ્ગપહેલાના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસન વિષયક કે સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા.કોઈ આદેશ કે બીજા રાજ્ય સાથે સમજૂતી કરવાની હોય, ત્યારે પણ ધાતુના પતરા ઉપર લેખનકાર્ય કરાવતા હતા. આવા લખાનો ધાતુ કે પથ્થર ઊપર કોતરેલા આજે મોજુદ છે.આવા લેખોને અભિલેખો કહેવામાં આવે છે. જ્યાં આવા ‘અભીલેખો’ સાચવવામા આવે છે તેને ‘અભિલેખાગાર કહેવામ આવે છે. વર્તમાન સમયમા આવા સરકારી અભિલેખાગારો મોજુદ છે. દા.ત., દિલ્લીમા આવેલ નેસનલ અભિલેખાગાર.
(3) વાસણો, ઓજારો અને ઘરેણાં

ખોદકામ કરતી વખતે જુના જમાનાના માટીના વાસણો,પથ્થરના ઓજારો અને આભૂષણો મળી આવ્યા છે. ઇતિહાસ જાણવા માટે આ વસ્તુ ખૂબ જ ઉપયોગી નીવડી છે.
આટલું જાણો!
- ઇતિહાસ જાણવાના સ્રોત : ચિત્રો, દસ્તાવેજો, ઘરેણાં, રમકડાં, સિક્કા, શિલાલેખો, ભોજપત્રો, તામ્રપત્રો, હથિયારો, જૂનાં ખંડેરો, જૂનાં મંદિરો, પ્રવાસડાયરી વગેરે.
- શિલાલેખ : પથ્થર કોતરીને લખાયેલા લેખ.
- ભોજપત્ર : એક વિશેષ પ્રકારના વૃક્ષની છાલ, જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા.
- તામ્રપત્ર : તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ.
- કાર્બન ડેટિંગ પદ્ધતિથી પુરાતાત્ત્વિક અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે.
આટલું જાણો!
પાટણ (ઉત્તર ગુજરાત)ની શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, અમદાવાદની એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી નવરંગપુરા, ગૂજરાત વિદ્યાપીઠનું આદિવાસી સંગ્રહાલય-અમદાવાદ, ભો. જે. અધ્યયન અને સંશોધન ગૃહ, આશ્રમ રોડ, અમદાવાદ; કોબા (ગાંધીનગર)માં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં આવાં તાડપત્રો કે ભોજપત્રો ઉપર લખાયેલ હસ્તપ્રતો તમને જોવા મળશે