Income Certificate in Gujarat: હવે ઘરબેઠા બનાવો આવકનું પ્રમાણપત્ર
Income Certificate in Gujarat: આવક પ્રમાણપત્ર એ એક પ્રકારનું પ્રમાણપત્ર છે જેમાં તમામ સ્ત્રોતોમાંથી વ્યક્તિ અથવા કુટુંબની વાર્ષિક આવકની વિગતો હોય છે. કોઈ પણ સામાન્ય હેતુ માટે અથવા કોઈપણ શિષ્યવૃત્તિ હેતુ માટે આ પ્રમાણપત્ર કઢાવી શકાય છે પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ તેને ફી-ભરપાઈના હેતુ માટે કઢાવે છે.
Income Certificate in Gujarat 2023
ગુજરાતમાં આવકનું પ્રમાણપત્ર કઢાવ્યા પછી ત્રણ વર્ષના સમયગાળા માટે માન્ય રહે છે. જે વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની જરૂર છે તે દર ત્રણ વર્ષે આવક પ્રમાણપત્ર માટે અરજી કરવાની જરૂર પડી શકે છે. આવકનું પ્રમાણપત્ર વ્યક્તિની આવકના વિવિધ સ્ત્રોત જણાવે છે. આવકનું પ્રમાણપત્ર ઘણીવાર વિવિધ નાગરિક કલ્યાણ યોજનાઓના લાભાર્થી બનવા માટેની અરજીની આવશ્યકતાઓમાંની એક છે.

ગુજરાતમાં આવક પ્રમાણપત્ર માટે કોણ અરજી કરી શકે છે?
ગુજરાત રાજ્યનો નાગરિક હોય તે કોઈપણ વ્યક્તિ આવક પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે.
આવક પ્રમાણપત્રની અરજી માટે કઈ કઈ માહિતી મંગાવામાં આવે છે?
જયારે તમે આવકના દાખલા માટે અરજી કરો છો તો તમારી પાસે અરજદારનુંં નામ, પિતા/પતિનું નામ, લિંગ (પુરુષ અથવા મહિલા), રહેણાંક સરનામું, જે હેતુ માટે પ્રમાણપત્ર જરૂરી છે તેની માહિતી, માસિક પગાર પ્રમાણપત્ર, રેશન કાર્ડ નંબર, પાનકાર્ડ નંબર વગેરે માહિતી મંગાવામાં આવે છે.
આવકનું પ્રમાણપત્ર કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો:
- આવકનો પુરાવો/સેલરી સ્લિપ/બેંક સ્ટેટમેન્ટ વગેરે
- ઉંમરનો પુરાવો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / જન્મ પ્રમાણપત્ર
- સરનામાનો પુરાવો / રેશનકાર્ડ / બેંક પાસબુક / પાસપોર્ટ
- આઈડી પ્રૂફ / મતદાર આઈડી કાર્ડ / ડ્રાઈવિંગ લાઇસન્સ / આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- પાન કાર્ડ
- તથા અન્ય
આવકના પ્રમાણપત્ર માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા
- સૌ પ્રથમ ગુજરાત સરકારની અધિકૃત ઈ-સેવા પોર્ટલ https://www.digitalgujarat.gov.in/ ની મુલાકાત લો.
- હવે અહીં આપેલ લોગીન બટન પર ક્લિક કરો.
- જો તમે પ્રથમ વખત અરજી કરી રહ્યા છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે.એટલા માટે નીચે આપેલ “Register” ના ઓપ્શન પર ક્લિક કરી લો.
- હવે રજીસ્ટ્રેશન કરી ત્યારબાદ તમને આઈડી અને પાસ્વર્ડ આપવામાં આવશે તેની મદદથી લોગીન કરી લો.
- હવે તમારી સામે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી તમામ સેવાઓનું લિસ્ટ સામે ખુલી જશે.
- હવે “Income Certificate” ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે જરૂરી વિગતો ભરો તથા દસ્તાવેજો અપલોડ કરો તથા ફી પેમેન્ટ કરો.
- આ રીતે તમારું આવકનું પ્રમાણપત્ર બની જશે.