ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO માં નોકરી કરવી તે દરેક ભારતીય યુવાનો માટે ગૌરવની વાત હોય છે. ISROમાં જોબ કરવી તે દરેક યુવાનોનું બાળપણથી એક સપનું હોય છે. તેમા અલગ અલગ યોગ્યતા પ્રમાણે વિવિધ જગ્યા પર ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે.
હાલમાં ISRO દ્વારા ટેકનીશિયન બી/ ડ્રાફ્ટમેન બી (Technician ‘B’/Draughtsman ‘B’)ની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. આ પદ માટે હાલમાં અરજી પ્રક્રિયા ચાલુ છે. આવો અત્યારે જાણીએ કે કઈ કઈ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
આ તારીખ પહેલા કરો અરજી
આ જગ્યાઓ પર ફોર્મ ભરવા માટે ઈચ્છા ધરાવતા ઉમેદવારો પાસે માત્ર 21 ઓગસ્ટ સુધીનો સમય છે. તેથી હવે જલ્દીથી જલ્દી ભરતી માટે અરજી કરી લો. તેના માટે તમારે ISRO ની અધિકૃત વેબસાઈટ www.isro.gov.in પર વિઝિટ કરવી પડશે.
જગ્યા વિશેની માહિતી
આ ભરતીમાં 35 જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમા 34 ટેકનીશિયન બી પદ માટે અને એક જગ્યા ડ્રાફ્ટમેન બી માટેની છે.
ઉંમરની મર્યાદા
આ જગ્યા પર અરજી કરનારની ઉંમર 18 થી 35 વર્ષની હોવી જોઈએ. તેમજ વધુ માહિતી માટે ISROની અધિકૃત વેબસાઈટ પર માહિતી મળી રહેશે.
અરજી ફી
અરજી કરનાર દરેક ઉમેદવારે રુપિયા 500 અરજી ફી ચુકવવાની રહેશે. ફી ની મુક્તિની કેટેગરીમાં આવતા ઉમેદવારોને પુરુ રિફંડ મળશે.
ISRO ભરતી 2023ની જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો
ISRO ભરતી 2023ની અરજી માટેની લિંક માટે અહીં ક્લિક કરો