અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના ગુજરાત: અરજી કરવાની પ્રક્રિયા, પાત્રતા, ડોક્યુમેન્ટ્સ | Antyodaya Shramik Suraksha Yojana in Gujarati 2023

અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના ગુજરાત: અરજી કરવાની પ્રક્રિયા, પાત્રતા, ડોક્યુમેન્ટ્સ | Antyodaya Shramik Suraksha Yojana in Gujarati 2023

( અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના શું છે? | Antyodaya Shramik Suraksha Yojana Online Apply | Gujarat Antyodaya Shramik Suraksha Accident Insurance Yojana Eligibility | અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના ના લાભ અને વિશેષતાઓ | ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા | અંત્યોદય શ્રમ સુરક્ષા યોજના ફોર્મ pdf download | Online Application )

Antyodaya Shramik Suraksha Accident Insurance Yojana Gujarat 2023: મિત્રો, કોઈ પણ રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય બંને શ્રમિકોના હિત માટે નવી નવી સરકારી યોજના શરૂ કરતી હોય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ઈ શ્રમિક કાર્ડ બનાવવાની યોજના શરૂ કરવામાં આવેલી છે. તેવી જ રીતે હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શ્રમિક લોકોને અકસ્માત વીમો મળી રહે તે માટે એક નવી સરકારી યોજના ની શરૂઆત કરેલી છે જેનું નામ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના છે. Antyodaya Shramik Suraksha Yojana Gujarat 2023 નો લાભ ઉઠાવીને ગુજરાતના શ્રમિકો નજીવા પ્રીમિયમ દર પર ૧૦ લાખ રૂપિયા નો વીમો કરાવી શકે છે.

તો આજે આ લેખના માધ્યમથી અમે તમને અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના વિશે સંપૂર્ણ પ્રકારની જાણકારી આપીશું જેમ કે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?, આ યોજના નો લાભ લેવા માટે કેટલું પ્રીમિયમ ભરવું પડશે? વગેરે. તો અમારી તમને નમ્ર વિનંતી છે કે આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચજો જેથી કરીને તમે પણ આ યોજના નો લાભ મેળવી શકો.

અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના શું છે? (Antyodaya Shramik Suraksha Yojana in Gujarati)

અત્યારે શ્રમિક સુરક્ષા યોજના ની શરૂઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 8 જુલાઈ ના દિવસે કરવામાં આવેલી છે. આ યોજનાને અત્યારે પાયલોટ પ્રોજેક્ટ ના રૂપમાં ગુજરાતના ખેડા જિલ્લામાં શરૂ કરવામાં આવેલી છે. જેના અંતર્ગત ખેડા જિલ્લાના શ્રમિકોને 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવશે. અમે તમને જણાવી દઈએ કે Antyodaya Shramik Suraksha Yojana Gujarat નો લાભ લેવા માટે શ્રમિકોને બે પ્રકારના પ્રીમિયમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેનો લાભ ઉઠાવીને શ્રમિકો 10 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો પ્રાપ્ત કરી શકશે.

અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના ગુજરાતની અંદર સરકાર દ્વારા 289 અને 499 રૂપિયા ના પ્રીમિયમમાં આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર થશે. જો કોઈપણ દુર્ઘટના સમયે કામદારોનું મૃત્યુ થાય અથવા તો સ્થાયી કે પછી આંશિક અપંગતા ના કિસ્સામાં તેમને અથવા તેમના વારસદાર ને દસ લાખ રૂપિયાની રકમ ગુજરાત સરકાર તરફથી ચૂકવવામાં આવશે.

Antyodaya Shramik Suraksha Yojana Gujarat Latest News

આ યોજનાને લગતી તમામ અપડેટ આ સેક્શનમાં આપવામાં આવશે.

શરૂઆતમાં એક લાખ લોકોને મળશે અંત્યોદય શ્રમિક સુરક્ષા દુર્ઘટના વીમા પોલિસી

ગુજરાત સરકાર દ્વારા જે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના શરૂ કરવામાં આવેલી છે તેના અંતર્ગત ગુજરાતના દરેક શ્રમિકોને અકસ્માત વીમો મળવાપાત્ર થશે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે માત્ર 60 દિવસની અંદર ખેડા જિલ્લાના 1 લાખ શ્રમિકોને અંત્યોદય શ્રમિક સુરક્ષા દુર્ઘટના વીમા યોજના નો લાભ આપવામાં આવશે. ત્યારબાદ આ યોજના પુરા ગુજરાતના શ્રમિકોને કવર કરશે.

Highlights – Antyodaya Shramik Suraksha Accident Insurance Yojana

યોજનાનું નામઅંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના
શરૂ કરવામાં આવીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા
ક્યાંરે શરૂ થઇ8 જુલાઈ, 2023
રાજ્યગુજરાત
ઉદ્દેશ્યકામદારો ને અકસ્માત વીમો પ્રદાન કરવો
લાભાર્થીગુજરાત ના કામદારો
વીમા ની રકમ10 લાખ રૂપિયા
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન/ઓફલાઈન
Official Websiteજલ્દી શરૂ થશે

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના નો ઉદ્દેશ્ય (Objective)

મિત્રો ગુજરાત સરકાર દ્વારા પાયલોટ પ્રોજેક્ટ ના રૂપમાં ખેડા જિલ્લા માં જે અંત્યોદય શ્રમિક સુરક્ષા દુર્ઘટના વીમા યોજના નો પ્રારંભ કરવામાં આવેલો છે તેનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતમાં જેટલા પણ શ્રમિકો છે તે બધાને મિનિમમ પ્રીમિયમ દર પર અકસ્માત વીમો ઉપલબ્ધ કરાવવા માં આવે. જેથી કરીને જ્યારે પણ અકસ્માત સર્જાય કે કોઈપણ દુર્ઘટનામાં શ્રમિક કામદારનું મૃત્યુ થાય તો તેના વારસદારને દસ લાખ રૂપિયા નો વીમો મળી શકે.

Gujarat Antyodaya Shramik Suraksha Yojana Premium Rate

જો તમે એક શ્રમિક હોય અને આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો તમે નીચે આપેલા બે ઓપ્શનમાંથી કોઈપણ એક ઓપ્શન પસંદ કરીને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના મેળવી શકો છો.

ક્રમાંકપ્રીમિયમવિમાની રકમ
01289 રૂપિયા05 લાખ રૂપિયા
02499 રૂપિયા10 લાખ રૂપિયા

Antyodaya Shramik Suraksha Accident Insurance Yojana લાભ અને વિશેષતાઓ

 • તમને જણાવી દઈએ કે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના એક કેન્દ્ર સરકારની યોજના છે જેના અંતર્ગત ગુજરાત દેશમાં સૌથી પ્રથમ નંબર પર આ યોજના શરૂ કરવામાં આવેલ છે.
 • કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે ધીમે ધીમે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના નો લાભ દેશના 28 કરોડ શ્રમિકોને મળવા પાત્ર થશે.
 • હાલમાં ગુજરાતના ખેડા જિલ્લામાં આ યોજના અંતર્ગત શ્રમિક કામદારોને અકસ્માત વિમાનો લાભ મળી રહ્યો છે.
 • આ યોજના જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 11 શ્રમિક કામદારોને સ્ટેજ પર અંત્યોદય શ્રમિક સુરક્ષા કાર્ડ પણ વિતરિત કર્યા.
 • Antyodaya Shramik Suraksha Yojana Gujarat પોસ્ટ વિભાગ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB) અને શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગથી શરૂ કરવામાં આવેલી છે.
 • જો કોઈ પણ દુર્ઘટનામાં શ્રમિક કામદારનું મૃત્યુ થાય તો તેમના વારસદારને આ યોજના અંતર્ગત વધુમાં વધુ 10 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે.
 • મૃત્યુના કિસ્સામાં મૃતક પરિવારમાં બાળકને 1 લાખ રૂપિયાની શિક્ષણ સહાયતા પણ આપવામાં આવે છે.

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના ગુજરાતની પાત્રતા

 • અત્યારે આ યોજનાનો લાભ માત્ર ગુજરાતના લોકોને જ મળવા પાત્ર થશે.
 • એમાં પણ જે લોકો શ્રમિક કામદાર હોય અથવા તો જેમની પાસે શ્રમ કાર્ડ હોય તેવા લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકશે.
 • શ્રમિક પાસે પોતાના નામનું બેંક ખાતુ હોવું જરૂરી છે જે આધારકાર્ડ સાથે લીંક હોવું જોઈએ.

ગુજરાત અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ (Documents)

 • આધાર કાર્ડ
 • બેંક ખાતાની પાસબુક
 • શ્રમિક કાર્ડ
 • એડ્રેસનો પુરાવો
 • મોબાઈલ નંબર
 • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા (How to Apply)

જો તમે આ યોજના અંતર્ગત અરજી કરવા માગતા હોય તો તમે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરી શકો છો.

 • શ્રમિક સુરક્ષા યોજનામાં અરજી કરવા માટે સૌથી પહેલા તમારે ઘરની નજીક પોસ્ટ ઓફિસમાં જવું પડશે.
 • અથવા તો તમે કોઈપણ પોસ્ટમેનની મુલાકાત પણ લઈ શકો છો.
 • ત્યારબાદ તમારે પોસ્ટ ઓફિસથી Antyodaya Shramik Suraksha Yojana Application Form મેળવી લેવાનું રહેશે.
 • ત્યાર પછી સુરક્ષા યોજના ના એપ્લિકેશન ફોર્મ માં જે પણ ઇન્ફોર્મેશન માંગેલી છે તે તમારે કરવાની રહેશે જેમકે તમારું નામ, તમારા આધાર કાર્ડ નંબર, બેંક ખાતાની જાણકારી વગેરે.
 • ત્યાર પછી જરૂરી ડોક્યુમેન્ટ્સ ને અરજી ફોર્મ સાથે જોડી દેવાના રહેશે.
 • આ રીતે તમારું અરજી ફોર્મ પૂરી રીતે કમ્પ્લીટ થઈ જાય પછી તમારે આ અરજી ફોર્મ નજીકની પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાનું રહેશે.
 • ત્યાર પછી તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે અને જો તમે પાત્રતા ધરાવતા હશો તો તમને આ સુરક્ષા વીમા યોજના નો લાભ પ્રદાન કરવામાં આવશે.

ઉપરના સ્ટેપ ફોલો કરીને તમે આસાનીથી Antyodaya Shramik Suraksha Accident Insurance Yojana નો લાભ ઉઠાવી શકો છો.

Gujarat Antyodaya Shramik Suraksha Yojana Online Apply

જો મિત્રો તમે આ યોજનાનો લાભ મેળવવા માટે ઘરે બેઠા ઓફિસિયલ વેબસાઈટ ઉપરથી ઓનલાઈન અરજી કરવા માગતા હોય તો તમારે થોડી રાહ જોવી પડશે. કેમકે ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના ની ઓફિશિયલ વેબસાઈટ શરૂ કરવામાં નથી આવી. પરંતુ જ્યારે પણ ઓફિશિયલ વેબસાઈટ શરૂ થશે ત્યારે આ આર્ટીકલ ને અપડેટ કરવામાં આવશે ત્યાર પછી તમે આ આર્ટિકલમાં આપેલી સ્ટેપ બાય સ્ટેપ માહિતી પરથી ઓનલાઈન અરજી પણ કરી શકશો. સૌથી પહેલા અપડેટ મેળવવા માટે તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો.

હેલ્પલાઇન નંબર

મિત્રો ગુજરાત સરકાર તરફથી આ યોજના ને લગતો કોઈ પણ પ્રકારનો હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં નથી આવ્યો પરંતુ જ્યારે પણ હેલ્પલાઇન નંબરની સુવિધા શરૂ થશે તો તરત જ અમે આ લેખમાં અપડેટ આપીશું.

Leave a Comment