હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઃ હજુ પણ 24 જુલાઈ 2023 સુધી વરસાદ ભૂક્કા કાઢશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઃ હજુ પણ 24 જુલાઈ 2023 સુધી વરસાદ ભૂક્કા કાઢશે

Ambalal Patel, Rain Prediction: ગુજરાતમાં આગામી અઠવાડિયાની શરુઆત સુધી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે ભારે વરસાદનો વરતારો કરીને ખેડૂતોને સાવધાની રાખવાની સલાહ પણ આપી છે. અંબાલાલ પટેલે 24મી જુલાઈ 2023 સુધી ભારે વરસાદ રહેવાની આગાહી કરી છે.

વિભુ પટેલ, અમદાવાદઃ રાજ્યમાં ખેડુતો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી આશા લઈને બેઠા છે પરંતુ હજુ પણ વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ છે. ખેડૂતો હવે તડકો નીકળે તો સારું થાય તેમ માનીને મેઘો શાંત પડે તેવી ઈચ્છા રાખીને બેઠા છે. જોકે, રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યભરમાં ઓછા-વધતા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટલે અગાઉ હાલના સમય માટે આગાહી કરીને ભારે વરસાદનો વરતારો કર્યો હતો, જોકે હજુ પણ તેમણે ભારે વરસાદ રાજ્યભના વિવિધ ભાગોમાં થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં તેમણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

રાજ્યમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ થઈ રહ્યો છે. હજુ પણ વરસાદનુ જોર યથાવત છે. છેલ્લા 27 દિવસમાં ગુજરાતમાં સરેરાશ 60 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. એક પછી એક સિસ્ટમ આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે જેના કારણે વરસાદનું જોર હાલ ઘટવાની શક્યતાઓ નથી.

આજે પણ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અત્યાત ભારે વરસાદની સંભાવનાઓ છે. તેમજ અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરૂચ, તાપી, સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદ થશે. તેમજ કેટલાક વિસ્તારમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરીને જણાવ્યું છે કે, છેલ્લા કેટલાય દિવસથી વરસાદ અવીરત વરસી રહ્યો છે. હજુ આગામી દિવસમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે. આજથી 24 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડ, નવસારી, સુરતમાં પણ ભારે વરસાદ રહેશે તેવી સંભાવનાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે.

મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે તેવી સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. જેમાં તેમણે અમદાવાદના ભાગો સુધી ભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે. વરસાદી પવનનુ જોર પણ વધશે. અંબાલાલે પવન સાથે ભારે વરસાદ થવાની સંભાવનાઓ સાથે ખેડૂતોને બાગાયતી પાકોનુ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરીને અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રના વરસાદ અંગે વાત કરીને જણાવ્યું કે, સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદ થશે, જનધનની હાની ન થાય તેની કાળજી રાખવી જરુરી છે. આ સાથે તેમણે પવન અને વીજળી સહિત વરસાદની શક્યતાઓ હોવાથી સાવધાની રાખવાની સલાહ તેઓ લોકોને આપી રહ્યા છે.

અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ છે. કે ઓગસ્ટમાં ભૂ-મધ્ય મહાસાગર પર ત્રણ સ્ટોમ સક્રિય થશે. જે સ્ટોર્મની અસરથી અરબ સાગરનો ભેજ સક્રિય થતા સ્ટોર્મ તરફ ખેચાશે. ઓગસ્ટમાં આ ગતિવિધીના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ભૂ-મધ્ય મહાસાગરના ઉપરના ભાગોમાં વેપારી પવનો ફૂકાશે. આ સિસ્ટમ બનવાના મુખ્ય કારણો હિંદ મહાસાગરનું હવામાન સાનુકૂળ હોય તો આવી સિસ્ટમ બની શકે તેવુ માનવુ છે. ઓગસ્ટમાં બેક-ટુ-બેક વરસાદ લાવે તેવી શક્યતા છે અને ભિન્ન ભિન્ન સિસ્ટમો બની રહી છે. અરબ સાગરનો ભેજ તથા બંગાળના ઉપસાગરના ભેજના કારણે વરસાદ પડશે.

Leave a Comment