📢ધીરેન્દ્ર શાસ્ત્રીની મહિલા પર નાશરમજનક ટિપ્પણી

📢ધીરેન્દ્ર શાસ્ત્રીની મહિલા પર નાશરમજનક ટિપ્પણી

બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રવચન આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મહિલાઓ વિશે નિવેદન આપ્યું હતું કે ‘ પરણિત સ્ત્રીઓએ ગળામાં મંગળસૂત્ર અને માંગ ભરવી જોઇએ નહિત તો લોકો સમજશે કે ‘પ્લોટ’ ખાલી છે.બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદને વિવાદ સર્જ્યો છે. આજે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આમાં તેઓ પ્રવચન દરમિયાન કહે છે, ‘જો કોઈ મહિલા પરિણીત હોય તો તેની બે ઓળખ હોય છે – માંગનું સિંદૂર, ગળામાં મંગળસૂત્ર. ખેર, કહી દઉં કે માંગનું સિંદૂર ભરાયું નથી, ગળામાં મંગળસૂત્ર ન હોય તો શું વિચારીએ ભાઈ, આ પ્લોટ હજુ ખાલી છે.’ બાબાના આ વીડિયો વાયરલ થયો છે અને લોકો તેમના આ નિવેદનનો વિરોધ કરી રહ્યં છે. એક ન્યૂઝ ચેનલે તો ‘બાગેશ્વર બાબા કી ગંદી બાતબાત’ નામનો કાર્યક્રમ પણ બનાવ્યો છે.

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પ્રવચન દરમિયાન મહિલાઓનું અપમાન કરતું વિવાદિત નિવેદન કર્યું છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.બાગેશ્વર બાબા અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરના મહિનાઓમાં તેની લોકપ્રિયતા ઝડપથી વધી છે. હવે તેઓ પ્રવચન આપવા માટે એમપી, ગુજરાત, મહારાષ્ટ્ર અને યુપી પણ પહોંચી રહ્યા છે. હાલ તેમની ગ્રેટર નોઈડામાં કથા ચાલી રહી છે. જો કે તે હવે તેમના નિવેદનોના કારણે વિવાદમાં ફસાઇ રહયાં છે. પરણિત મહિલાઓ પર બાબાએ કરેલા નિવેદનનો વીડિયો વાયરલ થયો છે આ નિવેદના કારણે તેમનો વિરોધ થઇ રહ્યો છે.બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પ્રવચન દરમિયાન મહિલાઓનું અપમાન કરતું વિવાદિત નિવેદન કર્યું છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે

ધીરેન્દ્ર શાસ્ત્રીની મહિલા પર નાશરમજનક ટિપ્પણી ગ્રેટર નોઇડામાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા હાલમાં હેડલાઇન્સમાં છે. બાગેશ્વર બાબાના પ્રવચન કરતાં કથા સ્થળે નાસભાગ અને મહિલાઓ સાથે ખરાબ વ્યવહાર કર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સુધી પહોંચવા માટે એક મહિલા અનુયાયી ગેલેરીમાંથી ઉભી થાય છે, આ દરમિયાન એક કિશોરીને બેરિકેડિંગમાંથી કચરાપેટીની જેમ ફેંકવામાં આવી રહી છે.છેલ્લા પ્રસંગે કંઈક એવું બને છે, જે દરેકને આશ્ચર્યચકિત કરે છે. આ ઘટના બાબાના આનુયાયી માટે દુઃખદ છે. વાસ્તવમાં શ્રીમદ ભાગવત કથા સ્થળ પર એક કિશોરી જે બાબાની ભક્ત છે, સુરક્ષા કોર્ડનની અંદર કૂદીને ત્યાં પહોંચે છે, પરંતુ ત્યાં તૈનાત પોલીસકર્મીઓ અને અન્ય લોકો બાળકીને બાબા સુધી પહોંચતા અટકાવે છે. આ દરમિયાન એક ભગવા પહેરેલો યુવક એક કિશોરીને ઉપાડી લે છે અને તેને સુરક્ષા કોર્ડનમાંથી બહાર ફેંકી દે છે. હવે તેનો જ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

📢ધીરેન્દ્ર શાસ્ત્રીની મહિલા પર નાશરમજનક ટિપ્પણી

સોશિયલ મીડિયા પર લોકો બાબાને આ સવાલ પૂછી રહ્યા છે

સિક્યોરિટી કોર્ડનની અંદર પહોંચી ગયેલી કિશોરીને બેરિકેડિંગમાંથી એવી રીતે ફેંકવામાં આવી રહી છે કે જાણે તે કોઈ કચરાપેટી હોય. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. લોકો કહે છે કે ધન્ય છે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી, જેમના નાક નીચે તેમના ગુંડાઓ આવા અપમાનજનક કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે આખરે કિશોરીએ કઈ ભૂલ કરી, સુરક્ષામાં તૈનાત લોકોએ તેને આવી સજા આપી? લોકો બાબા અને તેમના ભક્તોને પણ પૂછે છે કે હવે કોન્ટ્રાક્ટરો ક્યાં ગયા? કોઈ જવાબ છે? થોડી શરમ રાખો.

Leave a Comment