MVS Gujarat Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત 07 પાસ થી પોસ્ટગ્રેજ્યુએટ સુધી પરીક્ષા વગર નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

MVS Gujarat Recruitment 2023
સંસ્થાનું નામ | મિશન વાત્સલ્ય યોજના |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 14 જુલાઈ 2023 |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 14 જુલાઈ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://wcd.nic.in/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ), સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ, ગૃહમાતા, પ્રોબેશન ઓફિસર, મેનેજર કમ કો-ઓર્ડીનેટર, સોશ્યિલ વર્કર કમ અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેટર, નર્સ, આયા તથા ચોકીદારની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
શેક્ષણિક લાયકાત
મિત્રો, MVS ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.
વયમર્યાદા
MVS ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 35 વર્ષ સુધી છે.
પગારધોરણ
મિશન વાત્સલ્ય યોજનાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ પગારધોરણ
ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ) રૂપિયા: 33,100
સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ રૂપિયા: 18,536
ગૃહમાતા રૂપિયા: 14,564
પ્રોબેશન ઓફિસર રૂપિયા: 23,170
મેનેજર કમ કો-ઓર્ડીનેટર રૂપિયા: 23,170
સોશ્યિલ વર્કર કમ અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેટર રૂપિયા: 18,536
નર્સ રૂપિયા: 11,916
આયા રૂપિયા: 7,944
ચોકીદાર રૂપિયા: 7,944
પસંદગી પ્રક્રિયા
પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.
જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- 2 ફોટો
- સહી
- તથા અન્ય
મહત્વપૂર્ણ લિંક
નોકરીની જાહેરાત માટે: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની શરૂઆતની તારીખ 14 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2023
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓફલાઈન માધ્યમ રજીસ્ટર એ.ડી/સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા કરવાની રહેશે.
- અરજી કરવાનું સરનામું – જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નંબર-401, ત્રીજો માળ, બહુમાળી ભવન, ભુજ-કચ્છ છે.