ચંદ્રયાન ૩ લોંચિંગ લાઇવ Chandrayan 3 Launching Live

ચંદ્રયાન ની સફળતા સાથે માત્ર ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ લગાવનાર ચોથો દેશ જ નહીં, ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચનાર ભારત પ્રથમ દેશ પણ બની જશે. આ એ જ વિસ્તાર છે જ્યાં ચંદ્રયાન-1 દરમિયાન મૂન ઈમ્પેક્ટ પ્રોબ છોડવામાં આવી હતી અને ઈસરોએ અહિં પાણી હોવાનુ શોધી કાઢ્યું હતું. ચંદ્રયાન-2 નું લોંચીંગ દરમિયાન ક્રેશ લેન્ડિંગ અહીં થયું હતું

ચંદ્ર ખૂબ જ મહત્વપૂર્ણ

ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી ધીમે ફરે છે. જો ચંદ્ર ન હોત, તો પૃથ્વી ઝડપથી ફરશે, દિવસ ઝડપથી પસાર થશે. ચંદ્ર ન હોય તો દિવસ માત્ર છ કલાકનો હશે. જો ચંદ્ર ન હોય તો આપણે ન તો ચંદ્રગ્રહણ જોઈ શકીએ કે ન તો સૂર્યગ્રહણ. જ્યારે પૃથ્વી પર ચંદ્રગ્રહણ થાય છે, ત્યારે ચંદ્ર પર સૂર્યગ્રહણ થાય છે. પૃથ્વી પરથી સૂર્ય અને ચંદ્ર બન્ને સમાન કદના દેખાય છે. સૂર્ય કરતાં પૃથ્વીની 400 ગણી નજીક હોવાને કારણે ચંદ્ર સૂર્યની સરખામણીમાં જોવા મળે છે. પૃથ્વી પરથી ચંદ્રનો માત્ર 55% થી 60% ભાગ નરી આંખે જોવા મળે છે. અત્યાર સુધીમાં 12 માણસો ચંદ્ર પર ગયા છે. જોકે 1972 પછી છેલ્લા 51 વર્ષોમાં ચંદ્રની સપાટી પર કોઈ માનવી હજુ ઉતર્યો નથી.

ચંદ્રયાન 3 વિશે જાણવા જેવુ

ચંદ્રયાન-3 મિશન શું છે ?

ચંદ્રયાન-3 મિશન એ ચંદ્રયાન-2 મિશનનું પછીનુ મિશન છે જે વર્ષ 2019 માં ચાલ્યું હતું. જેમાં લેન્ડર અને રોવરનું સોફ્ટ લેન્ડિંગ સપાટી પર ચાલતું જોવા મળી શકસે

ચંદ્રયાન-3 ચંદ્રયાન-2 થી કઇ રીતે અલગ છે ?

ચંદ્રયાન-2 માં લેન્ડર, રોવર અને ઓર્બિટર હતા. જ્યારે ચંદ્રયાન-3 માં ઓર્બિટરને બદલે સંપૂર્ણ સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ છે.

ચંદ્રયાન-3 નો મુખ્ય હેતુ શું છે ?

ચંદ્રની સપાટી, વાતાવરણ અને જમીનની અંદરની ગતિવિધિઓ શોધવી એ આ ચંદ્રયાનનો મુખ્ય હેતુ છે.

ચંદ્રયાન-3 કેટલા દિવસ કામ કરશે ?

વૈજ્ઞાનીકો ના અનુસાર 3 થી 4 મહિના કામ કરશે.

કયું રોકેટ ચંદ્રયાન નુ વહન કરશે ?

ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે ISRO LVM-3 લોન્ચર નો ઉપયોગ કરવામા આવશે.

ચંદ્રયાન મિશનનો સૌથી મુશ્કેલ ભાગ કયો હોય છે ?

લેન્ડર ને ચંદ્રની સપાટી પર સોફટ રીતે ઉતારવુ એ સૌથી મુશ્કેલ કામ હોય છે.

લેન્ડર-રોવર કેટલા દિવસ પછી ચંદ્ર પર ઉતરશે ?

14 જુલાઇના રોજ લોંચ થયા બાદ ચંદ્રયાનુ લેંડર 45 થી 50 દિવસમા ચંદ્રની સપાટી પર સોફટ લેંડીંગ કરશે.

વિશ્વના કેટલા દેશોએ ચંદ્ર પર ઉતરાણ કર્યું છે ?

ISRO ની ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
ચંદ્રયાન ન્યૂઝ લાઇવ અહિ ક્લિક કરો

આ પહેલા દુનિયાના 4 દેશો ચંદ્ર પર સોફટ લેન્ડીંગ નો પ્રયાસ કરી ચૂક્યા છે.

Chandrayan 3 Launching Live

ચંદ્રયાન-3 લોંચીંગ લાઇવ જોવા માટેઅહિં ક્લીક કરો

ચંદ્રયાન -3નો હેતુ

  • ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ
  • ચંદ્રમા પર રોવરનું ફરવાનું પ્રદર્શન
  • ઇન સીટૂ વૈજ્ઞાનિક પ્રયોગનુ સંચાલન
  • ચંદ્ર -1 કરી હતી ચંદ્ર પર પાણીની શોધ

ચંદ્રયાન-3 આગલા સ્તર પર કામ કરશે. અવકાશયાન તેના પ્રક્ષેપણ માટે ISRO દ્વારા વિકસિત પ્રક્ષેપણ વાહન માર્ક-III નો ઉપયોગ કરશે. ચંદ્રયાન-3 ના લેન્ડર અને રોવર મોડ્યુલ્સ પણ પેલોડ્સ સાથે કાર્યરત છે, જે વૈજ્ઞાનિક સમુદાયને ચંદ્રની માટી અને ખડકોની રાસાયણિક અને મૂળ રચના સહિત વિવિધ ગુણધર્મો પર ડેટા પ્રદાન કરશે.આ સાથે તેમણે કહ્યું કે, ચંદ્રયાન-3ના પ્રક્ષેપણને લઈને દેશમાં જબરદસ્ત ઉત્સાહ છે.

Chandrayaan 3 Launch: ISRO 14 જુલાઈ, 2023 ના રોજ SDSC (સતીશ ધવન સ્પેસ સેન્ટર), શ્રીહરિકોટા ખાતેથી બપોરે 2:35 વાગ્યે ચંદ્રયાન-3 લોન્ચ કરશે.

ભારતનો ઈતિહાસ રચવાની તારીખનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈસરો 14 જુલાઈએ તેનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં ISRO એ જાણ કરી હતી કે પ્રક્ષેપણ હવે 14 જુલાઈ, 2023 ના રોજ SDSC (સતીશ ધવન સ્પેસ સેન્ટર), શ્રીહરિકોટાથી બપોરે 2:35 વાગ્યે થશે. બીજી તરફ, ભારતના આ મિશન અંગે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, ISRO દ્વારા આ અઠવાડિયે લોન્ચ કરવામાં આવનાર ચંદ્રયાન-3 મિશન સાથે ભારત ચોથો દેશ બની જશે. ચંદ્રની સપાટી પર આ યાન ઉતારનાર ચોથો દેશ બની જશે.

ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી ધીમે ફરે છે. જો ચંદ્ર ન હોત, તો પૃથ્વી ઝડપથી ફરશે, દિવસ ઝડપથી પસાર થશે. ચંદ્ર ન હોય તો દિવસ માત્ર છ કલાકનો હશે. જો ચંદ્ર ન હોય તો આપણે ન તો ચંદ્રગ્રહણ જોઈ શકીએ કે ન તો સૂર્યગ્રહણ. જ્યારે પૃથ્વી પર ચંદ્રગ્રહણ થાય છે, ત્યારે ચંદ્ર પર સૂર્યગ્રહણ થાય છે. પૃથ્વી પરથી સૂર્ય અને ચંદ્ર બન્ને સમાન કદના દેખાય છે. સૂર્ય કરતાં પૃથ્વીની 400 ગણી નજીક હોવાને કારણે ચંદ્ર સૂર્યની સરખામણીમાં જોવા મળે છે. પૃથ્વી પરથી ચંદ્રનો માત્ર 55% થી 60% ભાગ નરી આંખે જોવા મળે છે. અત્યાર સુધીમાં 12 માણસો ચંદ્ર પર ગયા છે. જોકે 1972 પછી છેલ્લા 51 વર્ષોમાં ચંદ્રની સપાટી પર કોઈ માનવી હજુ ઉતર્યો નથી.

Leave a Comment