Mafat Chhatri Yojana Gujarat 2023 Apply Online મફત છત્રી સહાય યોજના ગુજરાત 2023

મફત છત્રી યોજના માં લાભાર્થી દીઠ (એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. આઈ ખેડૂત પોર્ટલ દ્વારા મફત છત્રી યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતો, પશુપાલકો, બાગાયતી કે ફળોનું ઉત્પાદન કરતા વેચાણકારો વગેરે માટે પણ વિવિધ સરકારી યોજનાઓ ikhedut દ્વારા ઓનલાઈન ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા બાગાયતી યોજના હેઠળ ચાલતી મફત છત્રી યોજના વિશે વિગતવાર માહિતી રજૂ કરીશું.

મફત છત્રી યોજના ગુજરાત 2023

બાગાયતી યોજના દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે નવી નવી પદ્ધિતીઓ રજૂ કરવામાં આવતી હોય છે. જેને ધ્યાને લઈને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવવેલ છે. આ મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Mafat Chhatri Yojana Gujarat 2023

યોજનાનું નામMafat Chhatri Yojana Gujarat 2022
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશફૂલો, ફળ અને શાકભાજીનો બગાડ
અટકાવવા મફત છત્રી આપવા આવશે.
લાભાર્થીફળો, શાકભાજી અથવા ફૂલોનું
વેચાણ કરતા નાના વેચાણકારોને
સહાયસાધન સહાય- મફત છત્રી
સત્તાવાર વેબસાઇટikhedut.gujarat.gov.in

ઉદેશ્ય

Ikhedut Portal દ્વારા મફત છત્રી યોજના (Mafat Chhatri Yojana Gujarat) રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. જેને ધ્યાને લઈને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવવેલ છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

મફત છત્રી યોજના ગુજરાત માટે દ્વારા લાભાર્થીની પાત્રતા નક્કી થયેલી છે. આ મફત છત્રી યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે તે જે નીચેની માહિતી દ્વારા જાણી શકાશે.

  • આ યોજનાનો લાભ ફળો અને શાકભાજીનું વેચાણકારોને મળશે.
  • લાભાર્થીઓ ફૂલપાકોનું વેચાણ કરતા હોય તેમને મળશે.
  • નાના લારીવાળા ફેરીયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.
  • અરજદાર રોડ સાઈડ પર, હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય એમને મળશે.
  • જે કૃષિપેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે તેનું વેચાણ કરતા નાના વેચાણકારો મફત છત્રી યોજનાનો લાભ મળશે.

મફત છત્રી યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

મફત છત્રી યોજના નો લાભ નીચે મુજબ છે.

  • iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
  • નાના લારીવાળા ફેરીયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.
  • અરજદાર રોડ સાઈડ પર, હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય એમને મળશે.
  • જે કૃષિપેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે તેનું વેચાણ કરતા નાના વેચાણકારો મફત છત્રી યોજનાનો લાભ મળશે.

યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

મફત છત્રી યોજનાનો લાભ મેળવવા માટે જરૂર ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.

  • આધારકાર્ડની નકલ
  • ગુજરાત અર્બન લાઈવલી હૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • અનુસૂચિત જાતિ(એસ.સી) અને અનુસૂચિત જનજાતિ(એસ.ટી)નું પ્રમાણપત્ર (જો હોય તો)
  • દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • સંસ્થાએ લાભ લેવાના હોય તો રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો

અરજી કઈ રીતે કરવી?

આઈ પોર્ટલ યોજનાના હેઠળ મફત છત્રી નો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ યોજનાની ઓનલાઈન અરજી ઘરેથી પણ કરી શકાય છે.

  • Step 1 : સૌવ પ્રથમ આઈ ખેડૂત વેબ પોર્ટલ ની ikhedut.gujarat.gov.in ઓફિશ્યિલ વેબસાઈટ ખોલો.
  • Step 2 : આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “Yojana” પર ક્લિક કરવું.
  • Step 3 : યોજના ખોલ્યા બાદ “બાગાયતી યોજનાઓ” પર ક્લીક કરો.
  • Step 4 : “Bagayati Yojana” ખોલ્યા બાદ વિવિધ યોજનાઓ બતાવતી હશે.
  • Step 5 : જેમાં ડ્રેગન ફૂટ, પ્લગ નર્સરી, ફળ અને શાકભાજીના વેચાણકારો માટે મફત છત્રી યોજના વગેરે.
  • Step 6 : જેમાં “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી” પર ક્લિક કરવી.
  • Step 7 : જયાં તમામ સૂચના વાંચવાની રહેશે. ત્યારબાદ “તમે વ્યક્તિગ લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો” તે પસંદ કરવાનું રહેશે.
  • Step 8 : તમે રજીસ્ટર અરજદાર છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.

Leave a Comment