What is Uniform Civil Code | યુનિફોર્મ સિવિલ કોડ શું છે?-જાણો તમામ માહિતી.

દેશમાં ઘણા ઘણા બધા કાયદાઓ છે. જેમાં ઘણા બધા કાયદાઓ લોકોના મોઢે વારંવાર યાદ થાય છે. જેમાંથી આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) કાયદો શું છે? આ છે. યુનિફોર્મ સિવિલ કોડ શબ્દ ફરીવાર ચર્ચામાં આવ્યો છે. કાયદા પંચે આ અંગે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે પરામર્શ પ્રક્રિયા શરૂ કરી છે અને તેમનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. જો કે, અહીં તમને પ્રશ્ન એ થતો હશે કે What is Uniform Civil Code શું છે? તે કેમ જરૂરી છે. યુનિફોર્મ સિવીલ કોડ લાગુ થવાથી શું શું બદલાશે? આ તમામ સવાલોના જવાબ સરળ ભાષામાં જાણવા અને સમજવા માટે આ લેખ સંપૂર્ણ વાંચવો પડશે.

What is Uniform Civil Code

યુનિફોર્મ સિવિલ કોડ એ એક દેશ એક નિયમ હેઠળ કામ કરે છે. આ અંતર્ગત લગ્ન, છૂટાછેડા, દત્તક, વારસા જેવા કાયદા તમામ ધર્મોના નાગરિકો માટે એક સમાન કાયદા હેઠળ નિયંત્રિત કરવાની જોગવાઈ છે, પછી તે વ્યક્તિ કોઈપણ ધર્મનો હોય.

UCC ને યુનિફોર્મ સિવિલ કોડ કહેવામાં આવે છે. જો તે કોઈપણ દેશમાં લાગુ કરાય છે, તો તે કિસ્સામાં બધા માટે સમાન કાયદા હશે. હાલ આપણા દેશમાં જેટલા ધર્મો છે તેટલા જ તેમના માટે અલગ-અલગ કાયદાઓ છે. ઘણા કાયદાઓ એવા છે જે ફક્ત મુસ્લિમ વર્ગને જ લાગુ પડે છે, જયારે કેટલાક કાયદાઓ માત્ર હિન્દુઓને જ લાગુ પડે છે. પરંતુ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી, આ બધું સમાપ્ત થશે અને બધા માટે સમાન કાયદો બની જશે.

અત્યારે ભારતમાં છૂટાછેડા, જમીન અને મિલકત વગેરેને લઈને દરેક ધર્મ માટે અલગ-અલગ કાયદાઓ છે, પરંતુ UCC આવ્યેથી બધા ધર્મો માટે એક સમાન કાયદો લાગુ પડશે. બંધારણની કલમ 44 યુનિફોર્મ સિવિલ કોડ સાથે સંબંધિત છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સમાન કાયદો બધા પર લાગુ થવો જોઈએ. પરંતુ બંધારણમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ તે રાજ્યની મરજી પર છોડવામાં આવેલ છે. જે રાજયએ લાગુ કરવું ફરજિયાત નથી. યુસીસી બિલ પસાર થયેથી સમગ્ર દેશમાં આ કાયદો ફરજિયાતપણે લાગું થશે.

Highlights of What is Uniform Civil Code

લેખનું નામUniform Civil Code
લેખની ભાષાગુજરાતી અને અંગ્રેજી
Full form of Ucc Uniform Civil Code
કયાં કયાં દેશમાં લાગુ છેપાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુદાન અને ઇજિપ્ત
UCC સૌ પ્રથમ લાગુ કરનાર ભારતનું રાજયગોવા
UCC ની બંધારણમાં જોગવાઈભાગ-4 કલમ-44
વધુ માહિતી માટેhttps://en.wikipedia.org/wiki/Uniform_Civil_Code

ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડ

ભારતીય બંધારણના ભાગ-4 રાજયનિતીના માર્ગદર્શ સિધ્ધાંતોમાં અનુચ્છેદ 44 માં યુનિફોર્મ સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવી છે. કલમ 44 નો હેતુ નબળા જૂથો સામેના ભેદભાવને દૂર કરીને વિવિધ સાંસ્કૃતિક જૂથો વચ્ચે શાંતિ સ્થાપિત કરવાનો હતો. તે સમયે ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ જરૂરી છે, પરંતુ હાલમાં તે સ્વૈચ્છિક હોવો જોઈએ. ભારત દેશમાં સૌપ્રથમ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર રાજ્ય ગોવા છે.

યુનિફોર્મ સિવિલ કોડ શા માટે જરૂરી છે?

હવે તમને પ્રશ્ન એ થશે કે યુનિફોર્મ સિવિલ કોડ શાં માટે જરૂરી છે? ભારતને વિવિધતાઓથી ભરેલો દેશ કહેવામાં આવે છે. વિવિધ જાતિઓ અને ધર્મોમાં લગ્ન, છૂટાછેડા વગેરેને લગતા અલગ-અલગ નિયમો છે. લોકો લગ્ન અને છૂટાછેડાને લઈને પોતાના પર્સનલ લો બોર્ડમાં જતા હોય છે. આ અલગ-અલગ નિયમોને કારણે કાયદાકીય વ્યવસ્થાને પણ અસર થાય છે. એટલે કે એકરૂપતા જળવાથી નથી. આ કોડની રચના બાદ આવી તમામ બાબતો એક કાયદાના દાયરામાં આવી જશે. આ કોડની રચના હિન્દુ કોડ બિલ અને શરિયા કાનુનને સરળ બનાવવામાં મદદ મળશે.

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી શું બદલાશે?

જો ભારતમાં સમાન નાગરિક સંહિતા કોડ લાગુ કરવામાં આવશે, તો દરેક ધર્મ માટે સમાન કાયદાઓ લાગુ પડશે. પર્સનલ લો એ ધર્મ, જાતિ અને આસ્થાના આધારે તૈયાર કરવામાં આવે છે. લગ્ન, છૂટાછેડા, દત્તક અને વસિયત જેવી તમામ બાબતો હજુ પણ પર્સનલ લો હેઠળ આવે છે.

જો આપણે મુસ્લિમ સમુદાયની વાત કરીએ તો ત્યાં ત્રણ લગ્ન, ટ્રિપલ તલાક જેવા નિયમો હજુ પણ પ્રચલિત છે. આ બધુંજ યુસીસી લાગુ થવાથી બદલાઈ જશે. પછી લગ્નમાં આ જ કાયદો લાગુ થશે.

આવી જ રીતે હિંદુ પર્સનલ લો, ઉપનિષદ, વેદ, સમાનતા અને ન્યાયના આધારે કામ કરે છે અને તે તેના મહત્વપૂર્ણ સ્તંભો છે. યુસીસી આવવાથી મોટો ફેરફાર થશે અને અત્યાર સુધી ચાલતી તમામ અલગ-અલગ હિંદુ પરંપરાઓ બંધ થઈ જશે.

યુનિફોર્મ સિવિલ કોડની તરફેણમાં અને વિરુદ્ધમાં શું મતો છે?

યુસીસીના સમર્થનમાં એક દલીલ એ છે કે તેનાથી લિંગ સમાનતા વધશે, હાલમાં ધર્મના નામે જે ભેદભાવો થાય છે તેમાં ઘટાડો થશે એટલે કે ધર્મ આધારિત ભેદભાવો ઘટશે. હવે જે અલગ અલગ કાયદાઓનો અમલ થઈ રહ્યો છે તેમાં પણ ઘટાડો થશે, જેના કારણે ન્યાયતંત્રમાં સરળતા આવશે.પરંતુ આનાથી વિરુદ્ધમાં, કેટલાક બૌદ્ધિકો માને છે કે યુસીસીના અમલીકરણ થવાથી ધાર્મિક સ્વતંત્રતા સમાપ્ત થઇ જશે. બંધારણે જ ધર્મની સ્વતંત્રતા આપી છે, આવા કિસ્સામાં UCC લાગુ ન કરી શકાય. વ્યક્તિગત કાયદા પ્રત્યેક ધાર્મિક સમુદાયના વિવેક પર છોડવા જોઈએ.

યુનિફોર્મ સિવિલ કોડનો ઇતિહાસ શું છે?

યુનિફોર્મ સિવિલ કોડનો ઈતિહાસ ભારત સ્વતંત્ર થયો એ પહેલાનો છે. આ વાત 1835ની છે જ્યારે બ્રિટિશરો માનતા હતા કે ભારતમાં યુસીસી હોવું જોઈએ. ત્યારબાદ તેમણે એક રિપોર્ટ આપ્યો જેમાં કહ્યું કે ગુના, પુરાવા અને કરાર જેવી બાબતોમાં સામાન્ય કાયદાઓ હોવા જોઈએ, પરંતુ હિંદુઓ અને મુસ્લિમોના પર્સનલ લોને ખલેલ ના પહોંચવી જોઈએ. હવે નિષ્ણાતો માને છે કે અંગ્રેજોને ભારતના ભાગલા કરવામાં જ રસ હતો, તેથી જ આ વ્યક્તિગત કાયદાને સંપૂર્ણપણે બાજુ પર રાખવામાં આવ્યો હતો અને યુસીસીના રિપોર્ટને પણ અભરાઈએ ચઢાવી દેવામાં આવ્યો હતો.

UCC ભાજપ પાર્ટી માટે લાવવો કેમ જરૂરી છે?

ભાજપ ઘણા સમયથી તેના ચુંટણી ઢંઢેરામાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના વચનનો સમાવેશ કરી રહી છે. ઉત્તરાખંડ અને ગુજરાત જેવા રાજ્યોમાં આ અંગેનું માળખું બનાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

યુનિફોર્મ સિવિલ કોડ કયાં કયાં દેશોમાં લાગુ છે?

પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુદાન અને ઇજિપ્ત જેવા દેશો ઘણા વર્ષો અગાઉ આ યુસીસી લાગુ કરી ચૂક્યા છે. વધુમાં જોઈએ તો અમેરિકામાં પણ દરેક જણને સમાન કાયદો લાગુ પડે છે. તેમનો ધર્મનિરપેક્ષ કાયદો બધાને સમાન રીતે લાગુ પાડવામાં આવે છે. જયારે ઇસ્લામિક દેશોમાં શરિયા કાનુન બધાને સમાન રીતે લાગુ પડે છે, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય આ કિસ્સામાં શરિયા કાનુનને પણ UCC તરીકે ગણી શકાય.

નિષ્કર્ષ

મિત્રો આજે આપણે આ What is Uniform Civil Code લેખના માધ્યમથી યુસીસી શું છે? આ લાગુ થવાથી શું શું બદલાશે? હાલ કયાં કયાં દેશોમાં લાગુ છે? વગેરે માહિતી મેળવી. આશા રાખું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો અન્ય લોકો સાથે પણ શેર કરશો.

Leave a Comment