Meghraja will hit Gujarat again ફરીથી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, હવામાન ખાતા દ્વારા અપાઈ આગાહી

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બુધવારે મનોરમા મોહંતીએ રાજ્યમાં પાંચ દિવસ અલગ-અલગ ભાગોમાં વરસાદ રહેવાની વાત કરી હતી. અંબાલાલ પટેલે ચોમાસું કર્ણાટકમાં ગૂંચવાયું હોવા છતાં ગુજરાતમાં 25-30 જૂનમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલે જણાવ્યું છે કે, વાવાઝોડા અને ચોમાસાની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ તરફ હવામાન વિભાગે આગામી દિવસમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

આ વિસ્તારોમાં થશે ગાજવીજ સાથે વરસાદ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અઠવાડિયે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, ગુરુવારે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં શુક્રવાર અને રવિવાર વચ્ચે સમાન વાતાવરણ રહેશે.
બુધવારે રાજ્યનું સરેરાશ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું. વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 38.8 °C નોંધાયું હતું, ત્યારબાદ ભાવનગરમાં 38.6 °C નોંધાયું હતું.

28 જૂન સુધી મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસશે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થોડી નબળી હશે, પરંતુ બાદમાં તેનો મોટો રાઉન્ડ શરૂ થશે. પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ ચોમાસાના કારણે 28 જૂન સુધી મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસશે. આ બાદ 28 જૂનથી 3 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.તેમણે જણાવ્યું હતું કે, ચોમાસાના કારણે 28 જૂન સુધી મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસશે. આ બાદ 28 જૂનથી 3 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો બીજી તરફ હવામાન વિભાગે આજે ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ખેડૂતોએ હજુ વાવણી માટે રાહ જોવી પડી શકે છે.

વાવાણી માટે રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે થોડી ચિંતા જેવુ છે. કેમકે મોટાભાગના ખેડૂતો ખેતી ચોમાસા આધારિત કરતા હોય છે. તેથી ખેડૂતો ચોમાસા પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. ત્યારે હવામાન વિભાગની આ ચોમાસુ મોડુ બેસવાની આગાહી જોતા ખેડૂતોએ હજુ વાવણી માટે રાહ જોવી પડી શકે છે.અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની શક્યતા નહિવત છે. ગુજરાતને સત્તાવાર ચોમાસા માટે હજુ પણ પાંચ દિવસ રાહ જોવી પડશે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 18 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ બાદ વરસાદની સંભાવના

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ ચોમાસાની આગાહી અંગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ બાદ વરસાદ પડે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતી સાથે અંબાલાલ પટેલે કરેલી વાતચીતમાં જણાવ્યું છે કે, ચોમાસું આ વર્ષે ગૂંચવણભર્યું રહ્યું છે. સામાન્ય રીતે મુંબઈમાં 10-12 જૂને વરસાદ થઈ જવો જોઈએ તેના બદલે વાવાઝોડાનો વરસાદ આવી ગયો. આંદામાન-નિકોબાર પર જે વરસાદ થવો જોઈએ તેમાં પણ વિલંબ થયો હતો. આ વચ્ચે અંબાલાલ પટેલે 25-30 તારીખમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

Leave a Comment