Sukanya Samruddhi Yojana (SSY) દીકરીઓ માટે કેન્દ્ર સરકારની નાની બચત યોજના છે, જે બેટી બચાવો-બેટી પઢાવો યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. નાની બચત યોજનામાં શ્રેષ્ઠ વ્યાજ દર યોજના છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના 2023
યોજનાનું નામ | સુકન્યા સમૃદ્ધિ યોજના |
લભાર્થીઓ | ૦ થી ૧૦ વર્ષની બાળકીઓ |
ઉદેશ્ય | બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે |
વર્ષ | 2023 |
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલાવવાની પ્રક્રિયા
આ યોજના અંતર્ગત ખાતું 10 વર્ષની ઉંમર પહેલા કન્યાના જન્મ પછી 250 રૂપિયાની ન્યૂનતમ જમા સાથે ખોલી શકાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં યોજના હેઠળ મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
ખાતું ખોલાવવા માટે જરૂરી રકમ
Sukanya Samruddhi Yojana ખાતું ખોલવા માટે 250 રૂપિયા પૂરતા છે, પરંતુ બાદમાં 100 રૂપિયાના ગુણાંકમાં નાણાં જમા કરી શકાય છે. કોઈપણ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવાના રહેશે. કોઈપણ એક નાણાકીય વર્ષમાં, SSY ખાતામાં એક સમયે અથવા ઘણી વખત 1.5 લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરાવી શકાતી નથી.
Sukanya Samruddhi Yojana ખાતામાં રકમ ખાતું ખોલ્યાના દિવસથી 15 વર્ષ સુધી જમા કરી શકાય છે. 9 વર્ષની છોકરીના કિસ્સામાં, તે 24 વર્ષની થાય ત્યાં સુધી રકમ જમા કરી શકાય છે. જ્યાં સુધી છોકરીની ઉંમર 24 થી 30 વર્ષની થાય ત્યાં સુધી, જ્યારે ખાતું પરિપક્વ થાય છે, ત્યારે તેમાં જમા થયેલી રકમ પર વ્યાજ મળતું રહેશે.
યોજના માટે ખાતું કયા ખોલાવી શકાય
હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે. દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક અકાઉન્ટ ખોલવામાં આવે છે. આ અકાઉન્ટ ખોલાવવું એકદમ સરળ છે. સામાન્ય રીતે PPF અકાઉન્ટ ખુલે છે, ત્યાં એટલે કે બૅન્ક કે પોસ્ટ ઑફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો. આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને 18 વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે. આ યોજનાં બાળકીઓ અને તેમના માતા-પિતાને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે.
યોજના માટે ખાસ મહત્વની વાત
- આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું 1 હજાર અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.
- તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.
- આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.
- જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.
- જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.
- જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી પુરાવા
- આ યોજના હેઠળ ખાતું ખોલવા માટે, બાળકીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ.
- આધાર કાર્ડ
- બાળક અને માતાપિતાનો ફોટો
- છોકરીના જન્મનું પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો
- થાપણદાર (માતાપિતા અથવા કાનૂની વાલી) એટલે કે પાન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ
યોજનાના મુખ્ય લાભ
- આ યોજનામાં કરાતું રોકાણ આવકવેરા ધારાની કલમ ક્રમાંક 80-સી હેઠળ કરમુક્તિને પાત્ર છે.
- ગરીબ પરિવારો ઉપરાંત, નીચલા મધ્યમવર્ગના, મધ્યમવર્ગના અને અન્ય સામાજિકવર્ગના પરિવારોને ફાયદો થશે. આ લાંબા ગાળાની યોજના છે. આ યોજનામાં ચક્રવૃદ્ધિ ધોરણે વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. તેને લીધે મૅચ્યૉરિટી વખતે મળતાં નાણાંમાં પણ વધારો થાય છે.
- આ ખાતામાં જમા કરાવવામાં આવેલાં નાણાં છોકરી લગ્ન માટે કાયદેસરની વયની થઈ જાય પછી ખર્ચી શકાય છે.
- દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી ખાતામાંની ડિપૉઝિટ પર વ્યાજ જમા થતું રહે છે. એ ઉપરાંત આ ખાતામાં તમે મહિનામાં કે વર્ષ દરમિયાન ઇચ્છો તેટલી વખત નાણાં જમા કરાવી શકો છો.
- દીકરી 21 વર્ષની થઈ જાય પછી પણ આ ખાતામાંથી નાણાં ઉપાડવામાં ન આવે તો પણ જમા થયેલા નાણાં પર નિયોજિત દરે વ્યાજ મળતું રહે છે.
- છોકરીનાં માતા-પિતા કે વાલી બીજાં ગામ-શહેરમાં સ્થળાંતર કરે તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું નજીકની પોસ્ટ ઑફિસ કે બૅન્કમાં ટ્રાન્સફર કરાવી શકાય છે.
ઉપયોગી લિન્ક
સતાવાર સાઇટ: અહી ક્લિક કરો