Health Tips/આ સામાન્ય તાવ લઈ શકે છે જીવ! ભૂલથી પણ આ ભૂલ ના કરતા, જાણો આ નિવારક પગલાં

નમસ્કાર પ્રિય Examoneliner વાંચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યાં છીએ. આજે અમે તમારા માટે સરસ મજાની અને તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી એવી ગુજરાતી હેલ્થ ટિપ્સ લઈને આવ્યા છીએ. આજના આ લેખની અંદર આપણે મચ્છર જન્ય રોગો વિશે વાત કરવાના છીએ, મચ્છર દ્વારા કયા કયા રોગો થાય છે અને તેના નિવારક પગલાં શું છે તેને સંપૂર્ણ માહિતી આજના આ લેખની અંદર મેળવીશું. કૃપા કરીને આજનો આ લેખ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી.

મચ્છરજન્ય રોગોથી બચવા પગલા લો

મિત્રો હાલની વાત કરીએ તો હવે ઉનાળો તેના છેલ્લા તબક્કામાં છે. અમુક વિસ્તારોની અંદર વરસાદ પણ પડવા માંડયો છે. ઉનાળો જવાથી આપણને ગરમીથી રાહત મળે છે પણ સામે ચોમાસુ આવવાથી સાથે ઘણા બધા રોગો પણ પેદા થતા હોય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં મચ્છર જન્ય રોગો વધારે ફેલાતા હોય છે. તેનું કારણ એ છે કે ચોમાસાની અંદર આપના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઇ જવાથી ત્યાં આગળ મચ્છરો પેદા થતા હોય છે. ચોમાસાની અંદર આપણે ડેન્ગ્યુ મેલેરીયા અને ચીકનગુનિયા જેવા રોગોથી સાવધાન રહેવાની જરૂર છે. ઘણા લોકો આ રોગોને સામાન્ય ગણીને તેની અવગણના કરતા હોય છે, પરંતુ ઘણી વખત આ રોગોથી મૃત્યુ પણ થતા હોય છે.

ઘણી બધી જગ્યાએ મચ્છર જન્ય રોગોના કેસો વધી રહ્યા છે. દિલ્હીની અંદર પણ આ રોગોના કેસો વધી રહ્યા છે.MCD દ્વારા ડેન્ગ્યુના કેસોના અંગે એક અહેવાલ જાહેર કર્યો છે.11 જાન્યુઆરી 2022 થી 28 મે 2022 સુધીની અંદર કુલ ૧૧૧ જેટલા કેસો નોંધાયા છે. એ જ સમયે આ સમયગાળા દરમિયાન મેલેરિયાના કુલ ૧૮ કેસ નોંધાયા છે. છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોની અંદર ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધી રહ્યા છે.

મેલેરિયા કેવી રીતે થાય છે?

મેલેરિયાએ મચ્છર જન્ય રોગ છે. આ રોગ મચ્છર દ્વારા ફેલાય છે.મેલેરિયા એનોફોલિસ મચ્છર જ્યારે કોઈ સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે તેને મેલેરીયા રોગ થાય છે. સામાન્ય રીતે આ મચ્છરો ગંદા અને ચોખા બંને પાણીમાં જોવા મળતા હોય છે. જો કોઈ ચેપગ્રસ્ત માદા મચ્છર ઈંડા મૂકે છે તો તેના ઈંડા પણ ચેપગ્રસ્ત હોય છે. અને આવું પાણી પીવાથી પણ મેલેરીયા રોગ થાય છે.આ મચ્છર કરડે છે વ્યક્તિને 14 થી 21 દિવસમાં તાવ આવી જાય છે.આ રોગના લક્ષણો પણ ડેન્ગ્યુ જેવા જ હોય છે. મેલેરીયા રોગ થવાથી કેટલીક વખત તાવની સાથે ઠંડી પણ લાગે છે.

મેલેરીયા રોગ નિવારક પગલાંઓ

  • આપણા ઘરની આસપાસ ખાડા-ખાબોચિયાની અંદર પાણી જમા થવા ન દેવું જોઈએ.
  • પાણી ભરેલા ખાડામાંથી જો પાણી કાઢવું શક્ય ન હોય તો તે પાણીમાં પેટ્રોલ-કેરોસીન નાંખી દો.
  • પીવાલાયક પાણી, પાણી ભરેલી ટાંકી કે માટલા હંમેશા ઢાંકેલા રાખો.
  • જો ભરેલા પાણીની અંદર જંતુઓ દેખાય તો તેવા પાણીને સુકી જગ્યાએ ઠાલવી દો.

ડેન્ગ્યુ કેવી રીતે થાય છે?

મેલેરિયાની જેમ ડેન્ગ્યુ પણ મચ્છર જન્ય રોગ છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર કરડવાથી થાય છે.આ મચ્છરો પાણીની અંદર પેદા થતા હોય છે. તેથી પાણીને હંમેશા ઉકાળીને પીવું જોઈએ. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાણી ઉકાળીને જ પીવું જોઈએ. જે લોકો સ્વસ્થ જગ્યા રહે છે તેવા લોકોને ડેન્ગ્યુ વધારે થાય છે.ડેન્ગ્યુ જેને પણ થાય છે તને અમુક સામાન્ય લક્ષણો હોય છે જેવા કે માથાનો દુખાવો, સ્નાયુઓ અને હાડકાનો દુખાવો, ઠંડી સાથે તાવ આવવો, ઉબકા અને ઊલ્ટી થવા, આંખો પાછળ દુખાવો થવો, ચામડી પર ફોલ્લીઓ અને મોઢામાં ખરાબ સ્વાદ આવે છે. જો તમને પણ આવા લક્ષણો હોય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી.

ડેન્ગ્યુ રોગ નિવારક પગલાંઓ

  • ઘરની અંદર કે આજુબાજુ પાણી જમા ન થવા દેવું.
  • બગીચા કે પાલતુ પ્રાણીને પાણી આપવાના વાસણો સ્વચ્છ રાખો.
  • પાણીની ટાંકીને ઢાંકીને રાખો.
  • અઠવાડિયામાં એક કે બે વાર કુલર કે પાણીની ટાંકીની અંદર કેરોસીન નાખો.
  • રેફ્રિજરેટરના કરી રહેલ પાણીની ડીશ હંમેશા ખાલી કરો.

www.examoneliner.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ વેબસાઈટ ઉપર સરકારી ભરતીઓ, સરકારી યોજનાઓ, ટેકનોલોજી સબંધિત માહિતીઓ, હેલ્થ ટિપ્સ, દુનિયાભરના અવનવા ફેક્ટ્સ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર

Leave a Comment