

દેશની સૌથી મોટી બેંક SBIએ રિકરિંગ ડિપોઝીટ પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. RBIના રેપો રેટમાં વધારો કરવાના નિર્ણય બાદ બેંકે 14 જૂન, 2022થી રિકરિંગ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. રિકરિંગ ડિપોઝિટ દ્વારા, ચોક્કસ સમયગાળા માટે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરી શકાય છે, જેના પર તમને વધુ સારું વળતર પણ મળે છે અને તેના કારણે તમે કેટલાક પૈસા બચાવી શકો છો અને બચત પણ કરી શકો છો.
🎯 સિનીયર સિટીઝનને વધુ વ્યાજ
SBIની વેબસાઈટ અનુસાર, બેંકે સામાન્ય જનતા અને વરિષ્ઠ નાગરિકો માટે 14 જૂનથી રિકરિંગ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. SBIની રિકરિંગ ડિપોઝિટ 12 મહિનાથી 10 વર્ષ સુધીની મુદત પર 4.30 ટકાથી 5.50 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે. વરિષ્ઠ નાગરિકોને વધારાનું 0.50 ટકા વ્યાજ આપવામાં આવે છે.
🎯 જાણો કેટલા વધ્યા વ્યાજ દર

2 વર્ષથી ઓછી મુદતવાળી રિકરિંગ ડિપોઝિટ પર હવે 5.35 ટકા વ્યાજ મળશે. તેથી, 2 વર્ષથી 3 વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર પણ 5.35 ટકા વ્યાજ મળશે જે પહેલા 5.20 ટકા મળતું હતું. 3 થી 5 વર્ષની મુદતવાળી રિકરિંગ ડિપોઝીટ પર 5.45 ટકા વ્યાજ મળશે. તે જ સમયે, 5 થી 10 વર્ષની મુદત સાથે RD પર 5.50 ટકા વ્યાજ મળશે
🎯 SBI રિકરિંગ ડિપોઝિટની વિશેષતાઓ
👉 SBI રિકરિંગમાં, તમે દર મહિને 100 રૂપિયાથી લઈને કોઈપણ રકમની રિકરિંગ ડિપોઝિટ શરૂ કરી શકો છો.
👉 રિકરિંગ ડિપોઝિટ 12 મહિનાથી 10 વર્ષ સુધી કરી શકાય છે.
👉 નિયત રકમ જમા ન કરવા બદલ દંડ પણ ભરવો પડશે.
ઓવરડ્રાફ્ટ અને લોનની સુવિધા પણ મળે છે.