Fact About Gandhinagar District

નમસ્કાર પ્રિય Examoneliner વાંચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યાં છીએ. આજે આપણે ગાંધીનગર જિલ્લા વિશે કેટલીક રસપ્રદ માહિતી મેળવીશું. ગાંધીનગર જિલ્લાની ભૌગોલિક માહિતી, આર્થિક માહિતી તેમજ અન્ય માહિતી આજના આ લેખની અંદર મેળવીશું. કૃપા કરીને આજનો આ લેખ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી.

ગાંધીનગરની ભૌગોલિક માહિતી

જ્યારે શરૂઆતમાં ગુજરાતનું પાટનગર અમદાવાદ હતું
ત્યારે ઈ.સ.1960માં જીવ૨ાજ મહેતાએ ગાંધીનગ૨નું નામ
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ ૫૨થી ૨ાખવાનું
સૂચન કર્યું હતું.

Fact About Gandhinagar District

ગુજરાતની સ્થાપના પછી ઈ.સ. 1964માં ગાંધીનગર સૌપ્રથમ
નવરચિત જિલ્લો બન્યો હતો.ગાંધીનગ૨ જિલ્લાની રચના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં 1 ડિસેમ્બર, 1964ના રોજ અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી કરવામાં આવી હતી. જિલ્લાનું મુખ્ય મથક ગાંધીનગર છે.

ઈ.સ. 1965માં હાલના ગુજરાત વિદ્યુત બોર્ડ સ્થિત થર્મલ
પાવર સ્ટેશનનાં સરકીટ હાઉસના મકાનની જગ્યાએ
ગાંધીનગરની પ્રથમ ઈમારતની ઈંટ મૂકવામાં આવી હતી.
11 ફેબ્રુઆરી, 1971ના રોજ મુખ્યમંત્રીશ્રી હિતેન્દ્રભાઈ
દેસાઈના સમયમાં ગાંધીનગ૨ ગુજરાતનું 7મું પાટનગર બન્યું.
ઈતિહાસમાં આ પહેલા આનર્તપુર, દ્વારકા, ગિરિનગર,
વલ્લભી, અણહિલપુર પાટણ, અમદાવાદ ગુજરાતના
પાટનગર રહી ચૂકયા છે.

ચંદીગઢના સ્થાપક લા’કાર્બુઝિયરની દેખરેખમાં સ્થપતિ
એચ.કે. મેવાડા અને પ્રકાશ આપ્ટે દ્વારા ડિઝાઈન તૈયાર કરી
નાના મોટા 30 સેકટ૨માં ગાંધીનગ૨ને વિભાજીત કરીને
સુઆયોજિત નગર વસાવવામાં આવ્યું.ગાંધીનગર આશરે 57 ચો. કિ.મી.માં વિસ્તરેલું છે. તેમાં પશ્ચિમથી પૂર્વ ‘ક’ થી ‘જ’ આડા રસ્તાઓ અને દક્ષિણથી ઉત્ત૨ ‘1’ થી ‘7’ ઊભા રસ્તાઓ છે અને દરેક એક કિ.મી.ના અંતરે સર્કલ આવેલ છે. ગુજરાતના શહેરોમાં સૌથી વધુ વૃક્ષો ગાંધીનગર શહેરમાં આવેલા છે.

ગાંધીનગરની નદીઓ

1. સાબરમતી 2. ખારી 3. મેશ્વો 4. વાત્રક
સાબરમતી અને મેશ્વો એ ગાંધીનગર જિલ્લાની મુખ્ય નદીઓ
છે.

નદી કિનારે વસેલા શહેરો

સાબરમતી નદી કિનારે ગાંધીનગર અને મહુડી શહેરો વસેલા છે.

અભયારણ્ય

ઇન્દ્રોડા પાર્ક, ગાંધીનગર

ઈન્દ્રોડા પાર્ક ભારતનું સૌથી મોટુ પક્ષીગૃહ છે.
હિંગોળગઢ (રાજકોટ) પછી બીજું સ્થળ છે જ્યાં પ્રાકૃતિક
શિક્ષણ અભયારણ્ય આવેલું છે.ગાંધીનગરમાં આવેલા ઈન્દ્રોડા પાર્કમાં મગર ઉદ્યાન, સર્પઉધાન, સસલાં ઉધાન, હ૨ણ ઉદ્યાન આવેલાં છે તથા અહીં જાતજાતનાં પક્ષીઓ આવતાં હોવાથી પક્ષી નિરીક્ષણ માટેની ઉત્તમ જગ્યા મનાય છે.

ગાંધીનગરની આર્થિક માહિતી

પાક

જિલ્લામાં બાજ૨ી, ઘઉં, તમાકુ, જુવાર, ડાંગર, મગ,
એરંડા, વરિયાળી, બટાકા વગેરે પાક થાય છે.

ગાંધીનગર ખનીજ ઉદ્યોગો

ઈન્દ્રોડા, વાવોલ, છત્રાલ અને પાનસ૨માંથી ખનીજ તેલ
તેમજ કુદ૨તી વાયુ મળી આવે છે.ગાંધીનગ૨ના કલોલ તાલુકાના પાનસર ખાતે તેલક્ષેત્ર આવેલું છે.

ગાંધીનગરના ઉદ્યોગો

ઈલેકટ્રોનિકસ ઉદ્યોગના વિકાસ માટે ગાંધીનગરમાં ‘ઔદ્યોગિક વસાહત’ સ્થાપવામાં આવી છે. ખેતી અર્થે લોખંડના ઓજારો બનાવવાનો ઉદ્યોગ, તા. દહેગામ ખનીજ તેલ અને કુદરતી વાયુઓનું સ્થળ, તા. કલોલ કલોલમાં IFFCOનું રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે. મધ૨ડે૨ી અને મધુ૨ ડે૨ી, તા.ગાંધીનગર

ગાંધીનગરની સાંસ્કૃતિક માહિતી

અડાલજની વાવ

ગાંધીનગર તાલુકાના અડાલજ ખાતે ઐતિહાસિક અડાલજની વાવ અથવા રૂડાબાઈની વાવ આવેલી છે જે હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. અડાલજનું પ્રાચીન નામ ‘ગઢ પાટણ’ છે.

રાજા વીરસિંહ વાઘેલા ‘રાવ’ વંશના રાજા હતા. તેમણે રાણી
રૂડાબાઈ માટે અડાલજની વાવ બંધાવવાની શરૂઆત કરી હતી,પરંતુ મહમુદ બેગડાના આક્રમણમાં રાજા વીરસિંહ વી૨ગતિ પામ્યા. તેથી આ વાવનું બાંધકામ રાણી રૂડાબાઈ એ પૂર્ણ કરાવ્યું હતું. આથી તેને ‘રૂડા વાવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

www.examoneliner.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ વેબસાઈટ ઉપર સરકારી ભરતીઓ, સરકારી યોજનાઓ, ટેકનોલોજી સબંધિત માહિતીઓ, હેલ્થ ટિપ્સ, દુનિયાભરના અવનવા ફેક્ટ્સ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર

Leave a Comment