બાળકનું નવું આધાર કાર્ડ બનાવો | New Aadhar Card Apply for Children

નમસ્કાર પ્રિય Examoneliner વાંચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યાં છીએ. આજે આપણે વાત કરવાના છીએ એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટની વિશે. અત્યારના સમયમાં આ ડોક્યુમેન્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તમે જ્યાં પણ જાવ તમારે આ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. હું જે ડોક્યુમેન્ટ ની વાત કરું છું તે ડોક્યુમેન્ટનું નામ છે આધાર કાર્ડ. આજના આ લેખની અંદર આપણે વાત કરીશું કે નાના બાળકોનું આધાર કાર્ડ કેવી રીતે બનાવવું? તેને શુ પ્રક્રિયા હોય છે? કયાં કયાં દસ્તાવેજોની જરૂર પડશે?સમગ્ર જાણકારી આજના આ લેખની અંદર મેળવીશું.કૃપા કરીને આ લેખ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી.

બાળકનો આધાર કાર્ડ કેવી રીતે બનાવવું

તમે લોકો જાણતા હશો કે ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આધારકાર્ડ ફરજીયાત કરી દીધું છે. વ્યક્તિને કોઈપણ સરકારી કામ માટે આધાર કાર્ડની જરૂર પડતી હોય છે. આધારકાર્ડ હવે નાના બાળકનું પણ કઢાવવું ફરજિયાત હોય છે. જો બાળકના નામનું કોઈ ડોક્યુમેન્ટ નથી તો તેના વાલીને તેનું ડોક્યુમેન્ટ કઢાવવું ખૂબ જ આવશ્યક હોય છે. જો બાળકનું આધાર કાર્ડ બનાવવું હોય તો માત્ર એક ડોક્યુમેન્ટ દ્વારા તેનું આધાર કાર્ડ બની શકે છે. આધાર કાર્ડ એ સરકારના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક હોય છે.

આધારકાર્ડ જ્યારે આપણું બને છે ત્યારે આપણી બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક જાણકારીઓનો રેકોર્ડ કરવામાં આવતો હોય છે.આધાર કાર્ડના મહત્વનો અંદાજ એ પરથી લગાવી શકાય કે બાળકના સ્કૂલના પ્રવેશથી લઈને તમામ સરકારી કચેરીઓ કે યોજનાઓમાં તેની જરૂર પડતી હોય છે. બાળક માટે આધારકાર્ડ બનાવવા પહેલાં તેના માતા-પિતાના મનમાં ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે.

મિત્રો તમારા મનમાં પણ બાળકનો આધાર કાર્ડ કઢાવવા આ બાબતે ઘણા પ્રશ્નો ઉદભવતા હશે. કે બાળકનું આધાર કાર્ડ કેવી રીતે બનાવવું ? બાળકનો આધારકાર્ડ બનાવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? વગેરે જેવા પ્રશ્નો તમને મૂંઝવતા હોય છે. મિત્રો 0 થી 5 વર્ષનો બાળક હોય તો તેનો આધાર કાર્ડ કઢાવવા માટે તેના માતા-પિતા કોઈપણ સરકારી દસ્તાવેજ અથવા તો તેના માતા-પિતાનું આધાર કાર્ડ દ્વારા પણ બાળકનો આધારકાર્ડ નીકળી શકે છે.

કયા દસ્તાવેજોની જરૂર પડશે

  • બાળકના જન્મનું પ્રમાણપત્ર
  • હોસ્પિટલ જારી કરાયેલ ડિસ્ચાર્જ કાર્ડ અને રીસીપ્ટ હોવી જોઈએ.
  • બાળકના આધાર સંબંધિત ડેટામાં બાયોમેટ્રીક માહિતી
  • જેની અંદર બાળકની ફિંગર પ્રિન્ટ અને આંખનું સ્કેનર એ 5 વર્ષો સુધી કરવામાં આવતું નથી 5 વર્ષ થયા પછી કરવામાં આવે છે.
  • 15 વર્ષની ઉંમર પછી આ માહિતી અપડેટ કરવામાં આવે છે.

બાળકનો આધારકાર્ડ બનાવવા માટે ઉપર આપેલી માહિતી અનુસરીને તમે આધારકાર્ડ બનાવી શકો છો.

અહીંથી આધાર કાર્ડ બનાવો

www.examoneliner.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ વેબસાઈટ ઉપર સરકારી ભરતીઓ, સરકારી યોજનાઓ, ટેકનોલોજી સબંધિત માહિતીઓ, હેલ્થ ટિપ્સ, દુનિયાભરના અવનવા ફેક્ટ્સ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *