
નમસ્કાર Examoneliner ના પ્રિય વાંચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યાં છીએ. હેડ કોન્સ્ટેબલ ભરતી જાહેર 2022 માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે મિત્રો આ ભરતી માટે રસ અને લાયકાત ધરાવતા હોય તેવા મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે. આજના આ લેખની અંદર આપણે આ ભરતી વિશેની માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, એપ્લિકેશન ફી તેમજ અરજી કેવી રીતે કરવી તે વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. કૃપા કરીને આ લેખ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી.

હેડ કોન્સ્ટેબલ ભરતી વિશેની માહિતી
સંસ્થાનું નામ : સ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામ : હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય)
કુલ જગ્યાઓ : 835
અરજી પ્રક્રિયા : ઑનલાઇન
નોકરીનું સ્થળ : દિલ્હી
અરજી કરવાની શરૂઆત તારીખ : 17-05-2022
અરજી કરવાની અંતિમ તારીખ : 16-06-2022
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરવા શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ + કમ્પ્યુટર ટાઈપિંગ આવડતું હોવું જોઈએ.
કુલ ખાલી જગ્યાઓ
- હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) પુરુષ : 559
- હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) મહિલાઓ : 276
- કુલ જગ્યાઓ : 835
પગાર ધોરણ
- હેડ કોન્સ્ટેબલ ભરતી માટે ઉમેદવારોને પગાર ધોરણ દર મહિને ₹.25,500-81,100/- ચૂકવવામાં આવશે.
આ ભરતી માટે મહત્વપૂર્ણ લિંક્સ
વય મર્યાદા
- હેડ કોન્સ્ટેબલ ભરતી માટે અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા ન્યૂનતમ ઉંમર 18 વર્ષથી મહત્તમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
- દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતી 2022ની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા 100- ગુણ દ્વારા કરવામાં આવશે.
- આ ઉપરાંત ઉમેદવારોની શારીરિક ક્ષમતા અને સહનશક્તિ માપન કસોટી પણ લેવામાં આવશે.
- ઉમેદવારોને ટાઇપીંગ ટેસ્ટ પણ આપવાનો રહેશે.
- ઉમેદવારોઓને કોમ્પ્યુટર ટેસ્ટ પણ આપવાનો રહેશે.
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી ચકાસણી પરીક્ષા
આવી રીતે અરજી કરવી
- દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
- ત્યારબાદ સત્તાવાર વેબસાઇટ પર જાવ અને ત્યાં આગળ દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતી વિકલ્પો પસંદ કરો.
- ત્યાર બાદ તમારી સમક્ષ સૂચનાઓ ખુલશે તેને ધ્યાનથી વાંચો.
- જો તમે આ ભરતી માટે લાયક ઉમેદવાર છો તો અરજી કરવાનું ચાલુ રાખો.
- અરજી કર્યા બાદ તેને સબમિટ કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે આ અરજી કરેલ એપ્લિકેશન ની પ્રિન્ટ કઢાવી લો.
www.examoneliner.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ વેબસાઈટ ઉપર સરકારી ભરતીઓ, સરકારી યોજનાઓ, ટેકનોલોજી સબંધિત માહિતીઓ, હેલ્થ ટિપ્સ, દુનિયાભરના અવનવા ફેક્ટ્સ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર