
નમસ્કાર પ્રિય Examoneliner વાંચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યાં છીએ. આજે અમે જિલ્લા વિશે કેટલીક રોચક માહિતી તમારી સમક્ષ લઈને આવ્યાં છીએ. કૃપા કરીને આ લેખ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી.
અમદાવાદનો ઇતિહાસ
અમદાવાદનો મૂળ પાયો ખાંટ રાજા આશાભીલ દ્વારા ટીંબો નામના ગામમાં નંખાયો હતો ત્યારે આ ગામ આશા ભીલના નામ પરથી આશાવલ અથવા આશાવલ્લી તરીકે ઓળખાતું હતું.
સોલંકી વંશના રાજા કર્ણદેવે આશાભીલને હરાવી પોતાના નામ પરથી સાબરમતી નદીના કાંઠે કર્ણાવતી શહેર વસાવ્યું અને ત્યાં કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું. આ વિસ્તાર હાલ મણીનગરનો વિસ્તાર છે.
ઇ.સ.1411માં સુલતાન મુઝફ્ફરશાહના પૌત્ર નસરુદ્દીન અહમદશાહે પોતાની રાજધાની પાટણથી બદલી કર્ણાવતીમાં લાવ્યા અને કર્ણાવતી નજીક જ સપાટ ભૂમિ પાસે અમદાવાદ શહેરને સ્થાપવાનું નક્કી કર્યું.

અહમદશાહના આધ્યાત્મિક ગુરુ શેખ અહમદ ખતુગંજ બક્ષની સલાહથી અહમદો કે જેણે એક પણ નમાજ છોડીના હોય તે વ્યક્તિના તે આ નવાનગરનો પાયો નંખાયો હતો.
બ્રિટિશ કાળ દરમ્યાન મુંબઈ પ્રેસિડેન્સી ના ઉત્તર વિભાગનો મુખ્ય મથક અમદાવાદ હતું.
બ્રિટિશ સરકાર દ્વારા ઇ.સ.1885માં રણછોડલાલ છોટાલાલ રેટિયા વાળા મ્યુનિસિપાલીટીના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા હતા. પ્રજાસત્તાક મ્યુનિસિપાલિટી 1 એપ્રિલ 1915માં આવી અને રાવ બહાદુર ભાઈ શંકર નાનાભાઈ પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ બન્યા.
મહાનગર પાલિકાના સેન્ટ્રલ હોલનું નામ ગાંધી હોલ અને કોર્પોરેશનની વહીવટી બિલ્ડિંગનું નામ સરદાર પટેલ ભવન રાખવામાં આવ્યું હતું.
1 મે 1960નાં રોજ રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદઘાટન થયું હતું.
અમદાવાદ વર્ષ 1960 થી 1970 સુધી ગુજરાતનું સૌપ્રથમ રાજકીય પાટનગર હતું તથા વર્તમાનમાં આર્થિક પાટનગર ગણાય છે.
ગુજરાત વિધાનસભા ની શરૂઆત ની બેઠક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ભરાતી હતી. ગુજરાતના પ્રથમ સચિવાલય તરીકે આંબાવાડી વિસ્તારમાં આવેલ પોલીટેકનીક કોલેજ અને રાજ્યપાલના બંગલા તરીકે શાહીબાગ માં આવેલું મોતી શાહી મહેલ નો ઉપયોગ થતો હતો.
અમદાવાદની માહિતી
અમદાવાદ જિલ્લો સૌથી વધુ અન્ય 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ અને ખેડા જિલ્લાને પણ સૌથી વધુ 7 જિલ્લાની સરહદ સ્પર્શે છે.
અમદાવાદની નદીઓ
1. સાબરમતી 2. મેશ્વો 3. સુકભાદર 4. ખારી 5. ભોગાવો
નદી કિનારે વસેલા શહેરો
અમદાવાદ અને વૌઠા સાબરમતી નદીના કિનારે તથા ધંધુકા અને ધોલેરા સુખ ભાદર નદીના કિનારે વસેલા શહેરો છે.
પ્રદેશોની ઓળખ
અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ ભાલપ્રદેશ તરીકે ઓળખાય છે. જે ભાવનગરના વલભીપુર તાલુકા સુધી ફેલાયેલો છે. અમદાવાદ જિલ્લાના ભાલપ્રદેશમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન થાય છે. ભાલિયા ઘઉંને વર્ષ ૨૦૧૧માં GI ટેગ આપવામાં આવ્યો હતો.
સાબરમતી નદીની ઉત્તરે આવેલા વિસ્તારને વિરમગામના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. અહી રૂપેણ નદીના કારણે તૈયાર થયેલા આ મેદાનને વિરમગામના કપાસના મેદાન તરીકે ઓળખાય છે.
સાબરમતી નદી અને નળસરોવર વચ્ચેનો પ્રદેશ નળકાંઠા તરીકે ઓળખાય છે. અહીં વિરમગામ તાલુકામાં નળ સરોવર આવેલું છે. સાબરમતી નદીના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં સાબરમતીનું મેદાન રચાયેલું છે.
અમદાવાદનું મેદાન ચરોતર વિસ્તારના વાયવ્ય ખૂણે આવેલું છે. જેમાં જોધપુર ગામ અને થલતેજના ટેકરાનો સમાવેશ થાય છે. આ ટેકરા અને અરવલ્લી પર્વતમાળાની પૂછ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના માંડલ અને દેત્રોજ તાલુકાના વિસ્તારને ચુંવાળ તરીકે ઓળખવામાં આવે છે.
અમદાવાદની આર્થિક માહિતી
પાક
જિલ્લામાં ભાલ પ્રદેશમાં ભાલિયા, છાસિયા અને દાઉદખાની ઘઉં પ્રખ્યાત છે. આ ઉપરાંત કપાસ, ચણા, બાજરી, જુવાર, એરંડા, ડાંગર, બટાકા, જીરુ જેવા પાકો પણ લેવાય છે. ધોળકા જામફળના પાક માટે જાણીતું છે.
ઉદ્યોગો
અમદાવાદમાં સુતરાઉ કાપડનો મોટો ઉદ્યોગ આવેલો છે. વટવા અને ચાંદખેડામાં steel pipeનું ઉત્પાદન થાય છે. દસ્ક્રોઇ તાલુકાના બારેજડીમાં ડાંગરની ખુશકીમાંથી તેલ બનાવવાનું કારખાનું તથા કાગળ બનાવવાની મીલ આવેલ છે.સાણંદ ખાતે ટાટા કંપનીનો નેનો કાર પ્લાન્ટ આવેલો છે.
ડેરી ઉદ્યોગો
- આબાદ ડેરી, અમદાવાદ
- આઝાદ ડેરી, અમદાવાદ
- અજોડ ડેરી, અમદાવાદ
- ઉત્તમ ડેરી, અમદાવાદ
હવાઈ મથક
અમદાવાદમાં ગુજરાતનું એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. જેને 26 જાન્યુઆરી 1991માં માન્યતા મળી હતી.
નળ સરોવર
નળ સરોવર ગુજરાતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર તથા પક્ષી અભયારણ્ય છે.
આ પક્ષી અભયારણ્ય અમદાવાદના વિરમગામ અને સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં આવેલું છે. પરંતુ મોટાભાગના પ્રદેશ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું છે.
નળ સરોવરમાં ઘણાં નાના-મોટા ટાપુઓ આવેલા છે. તે પૈકી સૌથી મોટો પાનવડ ટાપુ છે.
અભયારણ્ય પક્ષીવિદોની અભ્યાસ માટેની આંગણવાડી ગણાય છે. નળ સરોવર ગુજરાતની એકમાત્ર રામસર સાઈટ છે જેને વર્ષ 2012માં ઘોષિત કરવામાં આવી હતી.
સીદીસૈયદની જાળી
ઈ.સ. 1572માં જાળીનું નિર્માણ અમદાવાદના અમીર જુહારખાન સિદ્દીનાં મિત્ર સીદીસૈયદએ મુઝફ્ફર શાહ ત્રીજાના આ સમયગાળા દરમિયાન ભદ્રમાં લાલ દરવાજા પાસે એક જ સળંગ પથ્થરમાંથી સીદીસૈયદની મસ્જિદમાં કરાવ્યો હતો.
આ જાળીમાં વૃક્ષની ડાળી માંથી રચાયેલી આ કૃતિમાં આવેલી છે. IIM અમદાવાદના લોગોમાં સીદી સૈયદની જાળીને સ્થાન મળેલ છે.
www.examoneliner.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ વેબસાઈટ ઉપર સરકારી ભરતીઓ, સરકારી યોજનાઓ, ટેકનોલોજી સબંધિત માહિતીઓ, હેલ્થ ટિપ્સ, દુનિયાભરના અવનવા ફેક્ટ્સ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર